Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

વડોદરાના આજવા રોડ નજીક આવેલ નર્સીંગ હોમમાં રિસેપ્શન કાઉન્ટરમાંથી કિંમતી મોબાઇલ ફોન સહીત દર્દીના 15 હજારની રોકડની ચોરી થતા સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરની શોધખોળ હાથ ધરવામાં આવી

વડોદરા:શહેરના આજવા રોડ ઉપર આવેલી કેર નર્સિંગ હોમ એન્ડ આઈ.સી.યુ હોસ્પિટલના રિસેપ્શન કાઉન્ટરમાંથી રિસેપ્શનિસ્ટનો કિંમતી મોબાઈલ ફોન અને દર્દીના રોકડા 15 હજાર સહિત 01 લાખ ઉપરાંતની મત્તા ચોરી થઇ હોવાની ઘટના સામે આવી છે. ફરિયાદના આધારે બાપોદ પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા તસ્કરની શોધખોળ હાથ ધરી છે.

વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ ઉપર આવેલી સાઈ નગર સોસાયટીમાં રહેતા સાગરસિંહ પરમાર આજવા રોડ સ્થિત કેર નર્સિંગ હોમ એન્ડ આઈ.સી.યુ દવાખાનામાં રીસેપ્શન ઇન્ચાર્જ તરીકે ફરજ છે. 25મી જુલાઈના રોજ તેઓ હોસ્પિટલના ઉપરના માળે ચેકિંગમાં ગયા હતા. ત્યારબાદ રિસેપ્શન પર પરત આવતા સિક્યુરિટી ગાર્ડ ઊંઘી ગયો હતો. અને રીસેપ્શનના ડ્રોવરમાંથી સાગરસિંહનો રૂ.75,500ની કિંમતનો એપલ કંપનીનો મોબાઇલ ફોન, 12 હજાર કિંમતની હેન્ડસ્પ્રીં તેમજ દર્દીના રોકડા રૂ.15,500 ની ચોરી થઇ હોવાની વિગતો બહાર આવી હતી. સિક્યુરિટી ગાર્ડ અને આ અંગે પૂછતા જ કરતા તે અજાણ હોવાનું જણાવ્યું હતું. સાગરસિંહ કામ અર્થે વતન ગયા બાદ પરત ફરતા તેમણે ફરિયાદ નોંધાવી છે.

(6:38 pm IST)