Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખના બંધ બંગલામાં દારૂનો ધંધો ચલાવનાર આરોપીને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી

વડોદરા: જિલ્લા પંચાયત પ્રમુખના બંધ બંગલામાં સિક્યુરિટી જવાનની મદદથી ચાલતા દારૃના ધંધો કરનાર વોન્ટેડ આરોપીઓને પકડવા માટે પોલીસે ઠેર ઠેર દરોડા પાડયા છે.પરંતુ,એકપણ આરોપી પકડાયો નથી.

પીસીબી  પોલીસ મળેલી માહિતીના આધારે કલ્યાણબાગ ગ્રાઉન્ડ પાસે આવેલા અંબિકાભવનમાં  ચાલતા દારૃના ધંધાના નેટવર્કને ઝડપી  પાડયું હતું. પોલીસે આ ગુનામાં  (૧)પિન્ટુ ભેરૃલાલ આહીર (રહે.હીતાગાવ,જિ.ઉદેપુર,રાજસ્થાન)(૨)સતિષ અમરભાઇ ચૌહાણ (રહે.શિતલકુંજ સોસાયટી,માંજલપુર નાકા) તથા (૩)કરણસિંહ ગોવિંદભાઇ રાઠવા (રહે.અંબિકાભવન સર્વન્ટ ક્વાટર્સ,મૂળ રહે.ડુંગરવાડા,તા.પાવી જેતપુર,જિ.છોટાઉદેપુર)  સ્થળ પરથી જ પકડી લીધા હતા.આ બનાવ અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.જેની તપાસ કરતા મકરપુરા પી.આઇ.એ આ ગુનામાં સામેલ આરોપીઓ વિજય રાણાઅને હરિ ઉર્ફે હરિશ બ્રહ્મક્ષત્રિયને પકડવા માટે તેમના સંભવિત આશ્રયસ્થાનો પર દરોડા પાડયા હતા.પરંતુ,પોલીસ તેઓને પકડી શકી નથી.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,હરિશ બ્રહ્મક્ષત્રિયે ભૂતકાળમાં નામચીન અલ્પુ સીંધી પર ફાયરિંગ કર્યુ હતું.

(6:38 pm IST)