Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

આખરે પ્રાથમિક શિક્ષકોને 6 કલાકની જગ્યાએ 8 કલાક નોકરીનો પરિપત્ર સરકારે રદ કર્યો

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યુ -શિક્ષકોએ હવે 6 કલાક જ કામ કરવાનું રહેશે

ગાંધીનગર :  રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોને 6 કલાકની જગ્યાએ 8 કલાક નોકરીનો પરિપત્ર સરકારે રદ કર્યો છે. પાટણના ધારાસભ્યએ પણ શિક્ષણ મંત્રીને પત્ર લખીને સમય ઘટાડવા માંગ કરી હતી.

પાટણના ધારાસભ્યએ શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો હતો. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યુ કે, શિક્ષકો માટે વર્ષોથી નિર્ધારિત કરેલો સમય એકાએક વધારી દેવાનું કારણ મને સમજાતુ નથી. રાજ્યની અન્ય સરકારી ઓફીસના કર્મચારીઓનો સમય 11.00થી 5.00 હોય ત્યારે શિક્ષકોનો સમય 9.30થી 5.30 અને સવારની સ્કૂલના શિક્ષકોનો સમય 7.30થી 3.30 કરેલ છે. જોકે, સરકારે આ મામલે યૂ-ટર્ન લીધો છે.શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યુ કે, શિક્ષકોએ હવે 6 કલાક જ કામ કરવાનું રહેશે.

રાજ્યના પ્રાથમિક શિક્ષકોનો 6 કલાકનો સમય બદલી 8 કલાકનો શિક્ષણ નિયામક દ્વારા કરવામાં આવ્યો હતો. સમય વધારો કરવામાં આવતા રાજ્યના શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો હતો

(7:08 pm IST)