Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

સહકારી ક્ષેત્રની ચૂંટણીઓમાં ભાજપ મેન્ડેટ આપી પોતાના ઉમેદવાર ઉભા રાખશે.: સી,આર ,પાટીલની મોટી જાહેરાત

આખા દેશમાં ગુજરાતનું સહકારી ક્ષેત્ર આજે પણ નંબર વન :તેની સામે કોઇ આક્ષેપો થતા નથી

અમદાવાદ : વડાપ્રધાન  મોદીનો તા. 17 સપ્ટેમ્બરના 2021ના રોજ 71માં જન્મ દિવસ નિમિત્તે સહકારી સંસ્થાઓ દ્વારા રાજયમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રદેશ અધ્યશ્ર સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, આગામી સમયમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીઓમાં ભાજપ પોતે મેન્ડેટ આપી પોતાના ઉમેદવાર ઉભા રાખશે.

અગાઉની ચૂંટણીઓમાં ભાજપના સૌ આગેવાનો એક સાથે મળીને નિશ્ચિત રીતે પાર્ટી દ્વારા નક્કી કરાયેલ કાર્યકર ચૂંટણી લડશે અને જીતશે. એનું એક વર્ષમાં કોઇ ઢોલ નગારા પીટયા વગર જયારે હિસાબ આપ્યો કે 85 માથી 84 ભાજપના આગેવાનો જીતી શકે છે સૌ કાર્યકરોની તાકાત છે. અને આ તાકાતને આપણે આગળ લઇ જઇ જનતાની સેવા કરવા માંગીએ છીએ. સહકારી ક્ષેત્ર એ સીધું લોકોને અસર કરે છે. સૌથી વધુ ખેડૂતોને અસર કરે ખેડૂતની ઉન્નતિ, વિકાસ, પ્રગતિના પાયામાં કોઇ હોય તો એ સહકારી ક્ષેત્ર છે. આખા દેશમાં ગુજરાતનું સહકારી ક્ષેત્ર આજે પણ નંબર વન પર છે. અને તેની સામે કોઇ આક્ષેપો થતા નથી. જે અન્ય રાજ્યોમાં સહકારી ક્ષેત્રમાં થયા છે. સહકારી ક્ષેત્રની કામગીરી સામે કોઇ આક્ષેપ નથી થયા તે બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.

ગાંધીનગર ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલી બેઠકમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે વધુમાં જણાવ્યું કે, નરેન્દ્રભાઇ મોદી જયારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી ખેડૂતોને વધુ લાભ મળ્યો છે. સુગર ફેકટરીને જીવંત રાખવામાં પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખૂબ મોટી મદદ કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નવુ સહકાર ક્ષેત્ર ઉભુ કર્યું અને તેની જવાબદારી ગૃહમંત્રી અમિતભાઇ શાહે આપી અને સૈને આ નિર્ણય યોગ્ય લાગ્યો હતો. કારણ કે અમિતભાઇ શાહ સહકાર ક્ષેત્રના દરેક પ્રશ્નોને સમજે છે. અને કેવી રીતે ઉકેલ લાવવો તે પણ તેઓ સારી રીતે જાણે છે. અને એટલે જયારે અમિતભાઇ શાહને સહકારી ક્ષેત્રના કેબિનેટ મંત્રી તરીકે કેન્દ્રમાં જવાબદારી મળી ત્યારે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. અને અમિતભાઇ શાહ સહકાર મંત્રી બનતા સહકાર ક્ષેત્રે ખુબ પ્રગતિ થશે.

(7:10 pm IST)