Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

સાંજે મેઘરાજાનું તોફાની બેટીંગ :સુત્રપાડામાં ધોધમાર 4 ઇંચ ખાબક્યો : ખાંભામાં બે કલાકમાં પોણા 4 ઇંચ ખાબક્યો:ગોંડલમાં સાડા 3 ઇંચ વરસાદ

વિસાવદર, ચોટીલામાં સવા બે ઇંચ,ભેસાણ, કોડીનાર,વેરાવળના પોણા બે ઇંચ,વડીયા ,ગીર ગઢડા, મહુવા, વિછિયા,રાજુલા અને મુળીમાં દોઢ ઇંચ વરસાદ

અમદાવાદ :રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ બુધવારથી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. મંગળવારથી જ હવામાન વિભાગે પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી હતી ત્યારે આજે બુધવારે રાજ્યમાં અનેક જિલ્લાઓઓમાં મેઘમહેર થઈ છે. રાજ્યમાં આજે બુધવારે સાંજે 4-6માં રાજ્યના 85 તાલુકામાં દેધનાધન વરસાદ વરસ્યો છે. સાંજે બે કલાકમાં સૌથી વધુ વરસાદ અમરેલીના ખાંભામાં 93 એમએમ વરસ્યો છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં પણ ભારેથી અતિભારે 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે રાજકોટના ગોંડલમાં પણ બે કલાકમાં 86 એમએમ વરસાદ વરસ્યો છે.

જૂનાગઢના વિસાવદમાં 60 એમ.એમ. ચોટિલામાં 60 એમ.એમ, ભેસાણમાં 44 એમ.એમ. કોડિનારમાં 42 એમ.એમ. વેરાવળમાં 40 એમ.એમ. વડીયામાં 37 એમ.એમ. ગીર ગઢડામાં 36 એમ.એમ. મહુવામાં 33 એમ.એમ. વિંછીયામાં 29 એમ.એમ, રાજુલામાં 28 એમ.એમ, મૂળીમાં 26 એમ.એમ, ધારીમાં 20 એમ.એમ, વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે આગામી પાંચ દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. ખાસ કરીને 4 દિવસ સાર્વત્રિક વરસાદ સમગ્ર રાજ્યમાં વરસાદ પડશે. આજે અને કાલે વલસાડ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર કચ્છમાં અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથમાં અતિ ભારે વ

આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક અને સારા વરસાદની શક્યતા છે. રાજ્ય પર હાલમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય છે. 8-9મી સપ્ટેમ્બરે વલસાડ, દ.ન.હ, અમરેલી, ગીરસોમનાથ, દીવ, જૂનાગઢમાં અતિ ભારે વરસાદ પડશે, આ ઉપરાંત સુરત ભરૂચ, અંકલેશ્વરમાં ભારે વરસાદની શક્યતા છે.

(7:42 pm IST)