Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા સહકારી સંમેલન ગાંધીનગર ખાતે યોજાયું

ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ મંત્રી જયેશ રાદડીયા રોહિત ગુજરાત ભરના સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા સહકારી સંમેલન ગાંધીનગર ખાતે યોજાયું હતું

ગાંધીનગર શહેર ખાતે આપણા ગુજરાતના પનોતા પુત્ર આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિતે રાજ્યની સહકારી સંસ્થાઓ દ્વારા યોજાનાર વૃક્ષારોપણ કાર્યક્રમોના આયોજન માટેની મીટીંગ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીના અધ્યક્ષ સ્થાને તેમજ યુવા મંત્રી જયેશ રાદડીયાની વિશેષ ઉપસ્થીતીમા યોજવામા આવી હતી
આ બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપના આગેવાનો હોદ્દેદારો તેમજ સહકારી ક્ષેત્રની તમામ બેંકો તેમજ સંસ્થાઓના પ્રમુખઓ ચેરમેનઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

(7:48 pm IST)