Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

રાજ્ય નાં 186 તાલુકાઓમાં 1 મીમીથી 223 મીમી સુઘીનો ભારે વરસાદ

. સુત્રાપાડા 9 ઈંચ, વેરાવળ અને ગોંડલ 6 ઈંચ, માણાવદર, બાબરા, અને માળીયા 5 ઈંચ, વિસાવદર, ખાંભા, કેશોદ અને વંથલી 4 ઇંચ જેટલો વરસાદ

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :સપ્ટેમ્બર માસના પ્રથમ અઠવાડિયા બાદ મેઘરાજા મૂડમાં આવ્યા નું જણાય છે. છેલ્લા 48 કલાકથી મેઘરાજા રાજ્ય નાં અલગ અલગ વિસ્તારોમા મહેર વરસાવી રહ્યા છે.

    આજે સવારે 6 વાગ્યા થી આજ રાત્રી ના 8 વાગ્યા સુધીમાં નોંધાયેલા વરસાદ ના મુખ્યત્વે આંકડાને જોઈએ તો સૌથી વધુ મહેર સૌરાષ્ટ્ર ઉપર વરસાવી હોવાનું જણાઈ રહ્યું છે. સુત્રાપાડા 9 ઈંચ, વેરાવળ અને ગોંડલ 6 ઈંચ, માણાવદર, બાબરા, અને માળીયા 5 ઈંચ, તો વિસાવદર, ખાંભા, કેશોદ અને વંથલી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે
 આ ઉપરાંત બીજા વિસ્તારો માં ઝરમર થી હળવો વરસાદ નોંધાયો છે

(9:19 pm IST)