Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

રુઢ ચોકડી પાસે કન્ટેઇનરે મોટરસાઇકલને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત, બે ને ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રુન્ધ ગામ પાસે એક કન્ટેઇનરે મોટરસાઇકલ પર જઇ રહેલા ઇસમોની મોટરસાઇકલ ને અડક્ટમાં લેતા એકનું મોત થયું હતું જ્યારે અન્ય બે ને ઇજાઓ થતા રાજપીપળા સિવિલમાં દાખલ કરાયા છે
પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 7 સપ્ટેમ્બર ના રોજ સાંજે નાંદોદ તાલુકાના રૂંદ્ધ ગામની ચોકડી પાસે એક કન્ટેઇનર ચાલકે પોતાના કબ્જામાની ગાડી પુરપાટ હંકારી લાવતા મોટરસાઇકલને અદફત માં લેતા રણછોડભાઇ બાવાભાઇ બારીયા તથા સાહેદ ભુપતભાઇ બાવાભાઇ બારીયા તથા દિનેશભાઇ ભુપતભાઇ બારીયા તેમની મોટર  સાઇકલ ને પાછળથી ટક્કર મારતા રણ છોડભાઇના ઓને શરીરે ગંભીર પ્રકારની ઇજાઓ થતા સારવાર માટે સિવિલ હોસ્પીટલ રાજપીપળા ખાતે લઈ આવતા રસ્તામાં મરણ ગયેલ અને દિનેશભાઇને જમણા પગના ફેક્યર કરી તથા ભુપતભાઇને ડાબા પગમાં ગેબી ઇ જા ઓ કરતા રાજપીપળા પોલીસે કન્ટેઇનર ચાલાક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:22 pm IST)