Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને નાના કાકડી આંબા ગામથી ઝડપી પાડતી નર્મદા પેરોલ - ફર્લો સ્કોર્ડ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને પેરોલ - ફર્લો સ્કોડ નર્મદા ની ટીમે તેના રહેણાંક મકાન ખાતેથી ઝડપી પાડ્યો હતો.

  પ્રાપ્ત વિગતો અનુસાર ઉમરપાડા પો.સ્ટે .ના ગુનાના આરોપી છેલ્લાં ચાર વર્ષથી નાસતો ફરતો હોય હિમકર સિંહ પોલીસ અધિક્ષક નર્મદાની સુચના અને માર્ગદર્શન મુજબ નર્મદા જીલ્લાના તેમજ આજુ - બાજુ ના જીલ્લાના નાસતા - ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ સૂચના મળતા પેરોલ - ફર્લો સ્કોડના પો.સ.ઈ. એસ.એમ. રાઠવા.એ જીલ્લાના ગુનામાં નાસતા ફરતા આરોપીઓની કેસ ડાયરી ઓનો અભ્યાસ કરી ટેકનિકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીદારોથી બાતમી મેળવી આરોપીઓને ઝડપી પાડવાની સૂચના પગલે પેરોલ - ફર્લો સ્કોર્ડના પોલીસ સ્ટાફના માણસો દ્વારા ઉમરપાડા પોલીસ સ્ટેશન જી.સુરત ગ્રામ્ય ના ગુનામાં નાસતો ફરતો આરોપી કરણભાઇ જગદીશભાઇ વસાવા( મૂળ રહે.નાના કાકડી આંબા તા.સાગબારા જી.નર્મદા)ને ખાનગી બાતમીદારથી બાતમી મારફતે તેના નિવાસ સ્થાને તથા તેના આશ્રય સ્થાનેથી પકડી પાડી આગળની કાર્યવાહી કરવવા માટે ઉમરપાડા પોલીસ સ્ટેશન,જી - સૂરત ગ્રામ્ય ખાતે સોંપવામાં આવ્યો છે

(10:25 pm IST)