Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

ભાજપ સરકારનો વારંવાર અવિચારી પરિપત્રો કરીને પરત ખેંચી લેવાનો' યુ ટર્ન' તેમની નિષ્ફળતા છે: ડો. મનીષ દોશી

ભાજપ સરકારના અણઘડ, અવિચારી નિર્ણયો અને ભ્રષ્ટાચારી – દિશાવિહીન શિક્ષણ વિભાગ પર આકરા પ્રહાર કરતા ડો. મનીષ દોશી

અમદાવાદ :શિક્ષકોની કામગીરીના સમયમાં વધારા અંગે સરકાર દ્રારા જારી કરાયેલા પરિપત્રને શિક્ષણ વિભાગ દ્રારા પરત ખેંચવામાં આવ્યો છે. આ નિર્ણયને લઇને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું છે કે, શિક્ષણ વ્યવસ્થામાં અંધાધૂધી – અરાજકતા ઉભા કરતા પરિપત્રો – નિર્ણયો સામે સમગ્ર શિક્ષણ સમુદાયમાં વ્યાપક રોષ ફેલાઇ ગયા બાદ પરિપત્રો પરત ખેંચવાની સરકારને ફરજ પડે છે. જે ભાજપ સરકારની નિષ્ફળતાના દર્શન કરાવે છે.

ભાજપ સરકારના અણઘડ, અવિચારી નિર્ણયો અને ભ્રષ્ટાચારી – દિશાવિહીન શિક્ષણ વિભાગ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારનો ભ્રષ્ટ શિક્ષણ વિભાગ શિક્ષકોના સમય ફેરફાર મામલે ફતવો જાહેર કર્યો હતો. શિક્ષકો પાસે શિક્ષણ સિવાય 60 જેટલા અન્ય કામ કરાવી ભાજપ સરકારે શિક્ષકોનું અપમાન કરી રહી છે. ભાજપ સરકાર દ્વારા દર વખતે યુ ટર્ન તેમની નિષ્ફળતા જાહેર કરી રહી છે. સાથોસાથ શિક્ષણ વ્યવસ્થામાં અંધાધુધી અને અરાજકતાનું વાતાવરણ ખુદ ભાજપ સરકાર જ ઉભું કરી રહી છે. વારંવાર અવિચારી પરિપત્રો કરીને શિક્ષકોના સ્વમાન અને સન્માન પર હુમલો કરનાર અધિકારીઓ સામે શિક્ષાત્મક – દંડાત્મક કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે. જેથી કરીને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં સુમેળભર્યુ વાતાવરણ બની રહે.

 

ક્રમ  નિર્ણય નિર્ણયનો મહિનો-વર્ષ યુટર્ન
       
1 ધો. 10 અને 12ની સેમેસ્ટર પ્રથા જુન-2016 5 વર્ષ પછી રદ કરવાની ફરજ પડી
2 100 ટકા ફી માફી સપ્ટેમ્બર – 2020 25 ટકા ફી માફી કરવામાં આવી અને સંચાલકોને ફાયદો કરાયો.
3 ધો- 10 અને 12 અને કોલેજની પરીક્ષાઓ ડીસેમ્બર-2020 ઓનલાઈનની જાહેરાત બાદ ઓફલાઈનની જાહેરાત
4 જી.ટી.યુ. પરીક્ષા ફેબ્રુઆરી-2021 જાહેરાત બાદ પરીક્ષા રદ
5 માસ પ્રમોશન જુન- 2021  પરીક્ષા લેવાશે જ, પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર બાદ માસ પ્રમોશનની જાહેરાત કરી હતી
6 સ્કુલ અને શાળાઓ ખોલવા અંગે જુલાઈ-2021 અનિશ્ચિતતા / અનિર્ણાયકતા સંચાલકો બેફામ ફી વસુલે
7 ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીઓને જોડવા અંગે ઓગસ્ટ- 2021 પ્રોફેસરો, શિક્ષણવિદો, નાગરિકોના વિરોધ બાદ સરકારનો યુટર્ન
8 શિક્ષકોની ગુણવત્તા તપાસવા માટે  ‘‘શિક્ષણ સર્વેક્ષણ કસોટી’’ ફરજિયાત ઓગસ્ટ-2021 શિક્ષકો ના વિરોધ બાદ સરકારનો યુટર્ન, સર્વેક્ષણ મરજિયાત / ફિયાસ્કો
9 શિક્ષકોની કામગીરીના સમયમાં વધારા અંગે સપ્ટેમ્બર-2021 પરિપત્ર પરત ખેંચવાની ફરજ પડી

ReplyReply to allForward

(10:40 pm IST)