Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

ગુજરાતમાં સાત વર્ષમાં ગાયોની સંખ્યામાં 3.50 લાખનો આશ્ચર્યજનક ઘટાડો !!: ભેંસો સંખ્યા વધી

રાષ્ટ્રીય કામધેનુ ચેરમેન ડૉ, વલ્લભ કથીરીયાએ કહ્યું- આ ડેટાનો ફરીથી રીવ્યુ કરવો પડશે, ગુજરાતમાં 100% ગાયોની સંખ્યા વધી છે

અમદાવાદ :પશુપાલકો ગાય અને ભેંસનું દૂધ વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેવામાં ગાય ભેંસની તૂલનામાં ઓછું દૂધ આપે છે અને ભેંસનું દૂધ વધારે ફેટ વાળું પણ હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે ગાય અને ભેંસની વસતી ગણતરી કરવામાં આવી હતી તે સમયે વર્ષ 2012માં 99,83,953 ગાયોની સંખ્યા હતી અને હવે વર્ષ 2019માં ગાયોની સંખ્યા 96,33,637 એટલે સાત વર્ષના સમયગાળામાં 3.50 લાખ ગાયની સંખ્યા ઘટી છે. તેની સામે વર્ષ 2012ની ગાય ભેંસની વસતી ગણતરીના આંકડા અનુસાર, 2012માં ભેંસની સંખ્યા 10,385,574 હતી અને તે વર્ષ 2019માં 10,543,250 થઇ ગઈ છે. એટલે છેલ્લા સાત વર્ષના સમયગાળામાં ભેંસની સંખ્યામાં 1,57,676નો વધારો થયો છે. એટલે ભેંસની સંખ્યામાં 1.52%નો વધારો થયો છે.

આ બાબતે રાષ્ટ્રીય કામધેનુ ચેરમેન ડૉક્ટર વલ્લભ કથીરીયાએ જણાવ્યું હતું કે, આ ડેટાનો ફરીથી રીવ્યુ કરવો પડશે, હું માનું છું ત્યાં સુધી ગુજરાતમાં 100% ગાયોની સંખ્યા વધી છે. એવું પણ બની શકે છે રાજ્યની કેટલીક ગૌશાળામાં ગાયોની ગણતરી બાકી રહી ગઈ હોય.

પશુપાલકો ગાય અને ભેંસનું દૂધ વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેવામાં ગાય ભેંસની તૂલનામાં ઓછું દૂધ આપે છે અને ભેંસનું દૂધ વધારે ફેટ વાળું પણ હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે ગાય અને ભેંસની વસતી ગણતરી કરવામાં આવી હતી તે સમયે વર્ષ 2012માં 99,83,953 ગાયોની સંખ્યા હતી અને હવે વર્ષ 2019માં ગાયોની સંખ્યા 96,33,637 એટલે સાત વર્ષના સમયગાળામાં 3.50 લાખ ગાયની સંખ્યા ઘટી છે. તેની સામે વર્ષ 2012ની ગાય ભેંસની વસતી ગણતરીના આંકડા અનુસાર, 2012માં ભેંસની સંખ્યા 10,385,574 હતી અને તે વર્ષ 2019માં 10,543,250 થઇ ગઈ છે. એટલે છેલ્લા સાત વર્ષના સમયગાળામાં ભેંસની સંખ્યામાં 1,57,676નો વધારો થયો છે. એટલે ભેંસની સંખ્યામાં 1.52%નો વધારો થયો છે.

આ બાબતે રાષ્ટ્રીય કામધેનુ ચેરમેન ડૉક્ટર વલ્લભ કથીરીયાએ જણાવ્યું હતું કે, આ ડેટાનો ફરીથી રીવ્યુ કરવો પડશે, હું માનું છું ત્યાં સુધી ગુજરાતમાં 100% ગાયોની સંખ્યા વધી છે. એવું પણ બની શકે છે રાજ્યની કેટલીક ગૌશાળામાં ગાયોની ગણતરી બાકી રહી ગઈ હોય.

સમગ્ર દેશની વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં 2012માં ગાયની સંખ્યા 19.09 કરોડ હતી અને તે 2019માં વધીને 19.24 કરોડ થઇ છે. સૌથી વધારે ગાય પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્યપદેશ, બિહાર અને મહારાષ્ટ્રમાં છે. તો બીજી તરફ રાજસ્થાન, ઝારખંડ, આસામ, છત્તીસગઢ અને ઓરિસ્સામાં પણ ગાયોની સંખ્યામાં વધારો થયો છે. દેશમાં ગાયની સાથે-સાથે ભેંસની સંખ્યામાં પણ વધારો થયો છે. દેશમાં 2012માં 10.87 ભેંસ હતી અને 2019 તેની સંખ્યા 10.98 કરોડ થઇ ગઈ છે.

(12:03 am IST)