Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

પોઇચા સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા પોઇચા તથા જેસલપુર ગામના તમામ ટીબીનાં દર્દીઓને દત્તક લેવાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :પીએમ નરેન્દ્રભાઈ મોદી સાહેબના વર્ષ-૨૦૨૫ સુધીના ભારત દેશને ટીબી મુક્ત કરવાના આહવાનને વેગ મળી રહે અને નર્મદા જિલ્લો ટીબી મુક્ત થાય તે માટે પોતાની યથાશક્તિ પ્રમાણે ટીબી દર્દીઓને દત્તક લઇ દર્દીઓને ન્યુટ્રીશન સપોર્ટ તેમજ સંપૂર્ણ સારવાર પૂર્ણ કરવામાં સમયાંતરે ફોલોઅપ કરવામાં આવે તે માટે નર્મદા જિલ્લાના પ્રજાજનો, વિવિધ સેવાભાવી સંસ્થાઓ તેમજ રાજકીય આગેવાનોને આગળ આવવા જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ઝંખનાબેન વસાવા દ્વારા અપીલ કરવામાં આવી છે. 
જે અન્વયે "નીલકંઠ ધામ".શ્રી સ્વામિનારાયણ મંદિર,પોઇચા દ્વારા પીએચસી પોઇચા તેમજ પીએચસી જેસલપુરના તમામ ટીબી દર્દીઓને એક વર્ષ માટે દત્તક લેવામાં આવેલ છે.પીએમ નરેન્દ્રભાઇ મોદી ભારત દેશને ટીબી મુકત કરવાનાં સપનાને સાકાર કરવા માટે વર્ષોથી જિલ્લાને અવાર નવાર યેનકેન પ્રકારે મદદરૂપ થતી અને માઁ નર્મદાના પવિત્ર કિનારે બિરાજમાન ભગવાન શ્રી નીલકંઠ વર્ણી  "નીલકંઠ ધામ" પોઇચા સંસ્થા દ્વારા નર્મદા જિલ્લો ટીબી મુક્ત બને તે માટે પીએચસી પોઇચા અને પીએચસી જેસલપુર ના તમામ ટીબી ના દર્દીઓ ને પોષણ યુક્ત આહાર કીટ આપી ટીબી રોગ સામે રક્ષણ મેળવી જલ્દી થી સાજા થાય તે હેતુથી કીટ આપવાનું નક્કી કરેલ છે જે અન્વયે આજ રોજ નીલકંઠ ધામ, પોઇચા ના સંતશ્રીઓ પ. પુ. શ્રી સર્વનિવાસ સ્વામીજી, પ. પુ.શ્રી સુજ્ઞપ્રિય સ્વામીજી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ની ઉપસ્થિતિ માં પીએચસી પોઇચા ખાતે ટીબી રોગ ના દર્દીઓ ને પોષણ યુક્ત આહાર કીટ વિતરણ કરવામાં આવેલ છે અને આગામી 1 વર્ષ સુધી સતત તેઓ દ્વારા આ દર્દીઓ ને કીટ આપવામાં આવશે. નીલકંઠ ધામ પોઇચા ના સાંતશ્રીઓ દ્વારા નર્મદા જિલ્લો અને ભારત દેશને ટીબી રોગ થી મુક્ત થાય તેવા આશીર્વાદ પણ આપ્યા છે

(10:31 pm IST)