Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

ભારતનુ વિશ્વનુ ૫મુ સૌથી મોટું અર્થતંત્ર બનવુ એ કોઈ સામાન્‍ય સિદ્ધિ નથીઃ મોદી

સુરત, તા.૮: વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ ગુરુવારે જણાવ્‍યું હતું કે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થા બની ગયું છે અને આ કોઈ સામાન્‍ય સિદ્ધિ નથી. ગુજરાતમાં સુરતના ઓલપાડ વિસ્‍તારમાં આયોજિત મેડિકલ કેમ્‍પમાં ઉપસ્‍થિત લોકોને સંબોધતા મોદીએ જણાવ્‍યું હતું કે, ‘આપણે આ ઉત્‍સાહ જાળવી રાખવાની જરૂર છે.' આ પ્રસંગે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું, તાજેતરમાં ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થા બની છે. આ સિદ્ધિએ અમને વર્તમાન અમળત સમયગાળામાં વધુ સખત મહેનત કરવા અને મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે બનાવ્‍યા છે.

 ગુજરાતમાં સુરતના ઓલપાડ વિસ્‍તારમાં આયોજિત મેડિકલ કેમ્‍પમાં ઉપસ્‍થિત લોકોને સંબોધતા મોદીએ જણાવ્‍યું હતું કે, ‘આપણે આ ઉત્‍સાહ જાળવી રાખવાની જરૂર છે. આ પ્રસંગે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું, ‘તાજેતરમાં ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થા બની છે. આ સિદ્ધિએ અમને વર્તમાન અમળત સમયગાળામાં વધુ સખત મહેનત કરવાનો અને મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો આત્‍મવિશ્વાસ આપ્‍યો છે. આ સિદ્ધિ સામાન્‍ય નથી. દરેક ભારતીય આ વાત પર ગર્વ અનુભવી રહ્યો છે. આપણે આ ઉત્‍સાહ જાળવી રાખવાની જરૂર છે.

કેન્‍દ્રની પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે, ‘છેલ્લા આઠ વર્ષોમાં સરકાર દ્વારા ગરીબો માટે ત્રણ કરોડ મકાનો બનાવવામાં આવ્‍યા છે. તેમાંથી ગુજરાતમાં લગભગ ૧૦ લાખ મકાનો બનાવવામાં આવ્‍યા છે.'

(4:45 pm IST)