Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની 7 દિવસ માટે કાર ચાલકોએ સીટ બેલ્‍ટ પહેરવા અંગે ખાસ ડ્રાઇવ

દંડ વસુલવા માટે કોઇ સુચના નથી પરંતુ કારમાં બેઠેલા તમામ વ્‍યકિતઓને ફરજિયાત સીટ બેલ્‍ટ પહેરવા અંગે જાગૃત કરાશેઃ પોલીસ અધિકારી

અમદાવાદઃ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ કારમાં બેઠેલા તમામ વ્યકિતઓને ફરજિયાત સીટ બેલ્ પહેરવા અંગે જનજાગૃતિ લાવવા માટે ત્રણ દિવસ ખાસ ડ્રાઇવ કરશે. લોકો પોતાની માર્ગ સલામતી અને સુરક્ષા માટે સીટ બેલ્ પહેરે તે સમજાવવા માટે પોલીસ દરેક વાહન ચાલકોને સમજાવી સુચનો કરશે જેમાં દંડની કોઇ જોગવાઇ નથી.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની 3 દિવસ માટે સીટબેલ્ટ પહેરવા અંગે ખાસ ડ્રાઈવ શરૂ કરી છે. ડ્રાઈવનો હેતુ કારમાં બેઠેલા તમામ વ્યક્તિઓને ફરજીયાત સીટ બેલ્ટ પહેરવા અંગે જાગૃતિ આવે તે માટેનો હશે.

પોલીસ અધિકારીનું કહેવું છે કે, દંડની વસૂલાત માટે હાલ કોઈ સૂચના નથી પણ પોતાની સુરક્ષા વાહન ચાલકની જવાબદારી હોવાથી ત્રણ દિવસની ઝૂંબેશમાં માત્ર સમજાવટ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં મોત થતાં શહેર પોલીસે બીડું ઝડપ્યું છે. મુંબઈ-અમદાવાદ હાઈવે પર ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું પ્રાથમિક તપાસમાં પોલીસ અકસ્માતનું કારણ ઓવરસ્પીડ અને રોંગ સાઇડથી ઓવરટેક હોવાનું માની રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, પાછળ બેસેલા સાયરસ મિસ્ત્રીએ સીટ બેલ્ટ હોતો બાંધ્યો.

જાણો શું છે હાલનો નિયમ?

કેન્દ્રીય મોટર વાહન નિયમ (1989)ની કલમ 138(3) અનુસાર કારમાં સીટ બેલ્ટ આપવામાં આવી છે અને તે દરેક કાર ચાલકે ખાસ કરીને આગળની સીટ પર બેઠેલી વ્યક્તિએ સીટ બેલ્ટ લગાડવો જરૂરી છે. સાથે 5 સીટર કારમાં પાછળ બેસતા લોકોને સીટ બેલ્ટ પહેરવો જરૂરી છે. તો 7 સીટર કારમાં પાછળ બેઠલા યાત્રિકોના ફેસ સામે બાજુ છે, તેમાં કાર ચાલતી હોય ત્યારે બેલ્ટ લગાડવો જરૂરી છે.

(5:25 pm IST)