Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

કામધંધો ન કરતા પત્નીએ આપેલ ઠપકાનું લાગી આવતા વડોદરાના પતિએ આપઘાત કરી જીવનલીલા સંકેલી લીધી

વડોદરા:કોઇ કામ ધંધો નહી કરતા પતિને પત્નીએ ઠપકો આપતા પતિેને લાગી આવતા તેણે ઘરની પાસે  પાર્ક થયેલા ટેમ્પાની લોખંડની એન્ગલ પર પ્લાસ્ટિકની દોરી વડે ફાંસો ખાઇ લીધો હતો.જે અંગે માંજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,કલાલીમાં રહેતા પ્રમોદ નખડુભાઇ ચૌહાણ (ઉ.વ.૪૦)કોઇ કામ ધંધો કરતો નહતો તેમજ મોડી  રાત સુધી ઘરે આવતો નહતો.જે અંગે પત્નીએ ઠપકો આપતા તેણે લાગી આવ્યું હતું.જેથી,ગઇકાલે રાતે ઘરની નજીક પાર્ક કરેલા થ્રી વ્હીલ ટેમ્પાની લોખંડની એન્ગલ પર પ્લાસ્ટિકની દોરી વડે ફાંસો ખાઇ લીધો હતો.સવારે સ્થાનિક રહીશે જોતા પ્રમોદના  પત્નીને જાણ કરી હતી.જે અંગે માંજલપુર પોલીસને જણાવવામાં આવતા હે.કો.રમેશભાઇએ સ્થળ પર જઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:45 pm IST)