Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

અગાઉ સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર મહેમદાવાદના યુવકને પોલીસે રંગે હાથે ઝડપી પાડયો

મહેમદાવાદ:અઢી મહિના પહેલા સગીરાને ભગાડી જઈને તેણીની મરજી વિરૂદ્ઘ દુષ્કર્મ ગુજારનાર મહેમદાવાદ તાલુકાના જરાવતના યુવક અને મદદગારી કરનાર તેના બે મિત્રોને મહેમદાવાદ પોલીસે ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મહેમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે ગત તા. ૨૭-૬-૨૦૨૨ના રોજ કલાક ૧૩.૦૦ થી કલાક ૧૬.૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન કોઈપણ સમયે સગીર વયની યુવતીને મહેશભાઈ મહોબતભાઈ ઝાલા (રહે. જરાવત, શામળાવત ફળીયું, તા. મહેમદાવાદ)નાઓ લગ્ન કરવાની લાલચ આપી પટાવી ફોસલાવી જારકામ કરવાના ઈરાદે ભગાડી ગયો હોવાની ફરિયાદ દાખલ થવા પામી હતી. પોલીસે ઈપીકો ૩૬૩, ૩૬૬ તથા પોક્સો એક્ટ કલમ ૧૮ મુજબ દાખલ કરી તપાસ હાથ ધરી હતી અને અલગ-અલગ ત્રણ ટીમો બનાવી હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસના માધ્યમથી તપાસ હાથ ધરી હતી.


દરમ્યાન પોલીસને માહિતી મળી હતી કે, ભોગ બનનાર સગીરા તેમજ મહેશભાઈ ઉર્ફે પપ્પુ મહોબતસિંહ ઝાલા રોહિસ્સા ગામે છે જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને મહેશ ઉર્ફે પપ્પુને ઝડપી પાડ્યો હતો. તેની પુછપરછમાં તેમને ભગાડવામાં કિરણભાઈ વિઠ્ઠલભાઈ ઝાલા (ઉં.વ.૨૪) (રહે. જરાવત બ્રહ્માણી વાસ) તથા તનવીરમીયાં કાલુમીયાં મલેક (ઉં.વ.૫૦) (રહે. આમસરણ પ્રા. શાળાની બાજુમાં, પહેલું ફળીયું, તા. મહેમદાવાદ)એ મદદ કરી હોવાની કબુલાત કરી હતી જેથી પોલીસે તેમને પણ ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી.

(5:45 pm IST)