Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

સાડા ત્રણ કરોડના સોનાની લૂંટના લુટારુઓ શોધવા હજારો સીસીટીવી કેમેરા આખી રાત તપાસાયા, બાતમીદારોની ફોજ મેદાને

અમદાવાદના મેટ્રો નજીક બનેલ ૭.૫ કિલો સોનાના દાગીનાની લુંટમાં ત્રણ વિશેષ ટીમો, ક્રાઇમ બ્રાન્‍ચ ટીમો કેવી રીતે કાર્ય કરે છે? અકિલા સાથે સેકટર, ૧ વડા એડી. પોલીસ કમિશ્નર સાથે વાતચીત : ટેકનોસેવી આઇપીએસ નીરજ બડ ગુજર દ્વારા રાતભર માર્ગદર્શન, એડી.સીપી ક્રાઇમ પ્રેમવિરસિહ ટીમ પણ દોડી રહી છે

રાજકોટ,તા.૮ અમદાવાદમાં શાહપુર મેટ્રો પાસે અંદાજે રૂપિયા સાડા ત્રણ કરોડની રકમના ૭.૫ કોલો સોનાના દાગીનાની લૂંટના ચકચારી મામલામાં પોલીસ કોઇ કચાસ નહિ રાખે, અમે આ ઘટનામાં સીસીટીવીની ચકાસણી ચાલી રહી છે, કુલ ત્રણ ખાસ ટીમો આ માટે બનાવવા સાથે ક્રાઇમ બ્રાન્‍ચ પણ મદદમાં આવી છે તેમ સમગ્ર ઘટના બાદ પ્રતિષ્‍ઠાનો પ્રશ્ન બનાવનાર સેકટર-૧ના એડી. પોલીસ કમિશ્નર નીરજકુમાર બડ ગુજર કે જેઓ દ્વારા રાત ભર પોલીસને માર્ગદર્શન આપી ઝડપથી આરોપીઓ સુધી પહોંચવા માટે સધન પ્રયાસ ચાલે  છે તેમને રાતભરના ઉજાગરા હોવા છતા સવારે તપાસની પ્રગતિ અંગે ‘અકિલા' સાથેની વાતચીતમાં માહિતી આપી હતી.

 અત્રે એ યાદ રહે કે અમદાવાદના શાહપુર મેટ્રો નજીક હેલ્‍મેટ સાથે બાઇક પર આવેલ લુટારૂઓ દ્વારા જ્‍વેલર્સ કંપનીના બે કર્મચારીઓ વિવિધ ડિઝાઇનના દાગીના તૈયાર કરી શહેરના વિવિધ જ્‍વેલર્સને સેમ્‍પલ બતાવવા જતા હતા તે સમયે બાઇક પર આવેલ બે લુટારુઓ દ્વારા આ લુંટ ચલાવવામાં આવી હતી.

અત્રે એ યાદ રહે કે સી જી.રોડ પર આવેલ સુપર મોલમાં આવેલ જ્‍વેલર્સ પેઢી ્‌દ્વારા દાગીના તૈયાર કરી નિકોલ, બાપુનગર, નરોડા વિગેરે સ્‍થળે ગયેલ છેલ્લે બાપુનગર, સીતારામ ચોક ખાતેથી પરત ફરતી વખતે આ ઘટના ઘટી હતી. નજીક આવેલ લુટારુઓ દ્વારા કર્મચારીઓ કઇ સમજે તે પહેલા નજીક આવી લૂ઼ટ ચલાવેલ.

બન્ને લોકોએ બૂમ પડેલ પણ એ પહેલાં લુટારુઓ નાસી ગયેલ. એડી. પોલીસ કમિશનર નીરજ બડ ગુજર અને ક્રાઇમ બ્રાન્‍ચ એડી.સીપી પ્રેમવીરસિંહના સૂચન બાદ જ્‍યાં દાગીના બતાવેલતે સ્‍થળે પોલીસ ટીમો પહોચી હતી. આ વિસ્‍તારના ગુનેગારોની પણ ચકાસણી થવા સાથે બતમીદારોની આખી જાળ બિછાવવામાં આવી છે, લુટારુઓ લૂંટ બાદ ભવન્‍સ રોડથી રિવર ફ્રન્‍ટ ગયાની શંકા આધારે આખા રૂટના સીસીટીવી કેમેરાઓ ટેકનોસેવી આઇપીએસ નીરજ બડ ગુજર ટીમ સાથે ક્રાઇમ બ્રાન્‍ચ એડી.સીપી પ્રેમવીરસિંહ ટીમ ચકાસી રહી છે. 

(11:01 pm IST)