Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

‘મની પાવર'-‘મસલ પાવર'નો પ્રભાવ ચૂંટણીમાં ગુનાહીત-ધનિક ઉમેદવારના વિજયની સંભાવના પ્રમાણમાં બમણી

૨૦૦૪થી ૨૦૧૯ સુધી ચૂંટાયેલા ૬૮૫ સાંસદ-ધારાસભ્‍યમાંથી ૨૮ ટકા સામે ગંભીર ગુનોઃ સરેરાશ સંપત્તિ ૬ કરોડ

નવી દિલ્‍હી, તા.૮: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની ચોપાટ પથરાઇ ચૂકી છે અને હવે કઇ બેઠક પર કયા સોગઠાં ગોઠવવા તેનું પક્ષો દ્વારા થઇ રહેલું મનોમંથન અંતિમ તબક્કામાં છે. ચૂંટણીમાં દિવસે દિવસે નાણા-બાહુબળનું પ્રમાણ વધતું જાય છે. મોટાભાગના પક્ષ સ્‍વચ્‍છ ઈમેજ ધરાવનારા કરતાં ગુનાઈત ઈતિહાસ તેમજ વધુ નાણા ખર્ચી શકે તેવા ઉમેદવારને ટિકિટ આપવામાં -ાધાન્‍ય આપે છે તે વાત નકારી શકાય એમ નથી. વર્ષ ૨૦૦૪થી અત્‍યારસુધી લોકસભા-વિધાનસભાની ચૂંટણી લડેલા ગુજરાતના તમામ ઉમેદવારોના વિશ્‍લેષણ પર નજર કરવામાં આવે તો તેમાં ‘મની પાવર'-‘મસલ પાવર'નો પ્રભાવ જોવા મળે છે. આ વિશ્‍લેષણથી એવું પણ ફલિત થાય છે કે સ્‍વચ્‍છ છબીવાળા ઉમેદવારના જીતવાની શકયતા ૧૦ ટકા જ્‍યારે ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારની જીતવાની શકયતા બમણી એટલે કે ૨૦ ટકા છે.
વર્ષ ૨૦૦૭, ૨૦૧૨, ૨૦૧૪, ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણી-પેટા ચૂંટણી લડેલા તેમજ ૨૦૦૪, ૨૦૦૯, ૨૦૧૪, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી લડેલા ૬૦૪૩ ઉમેદવારોમાંથી ૯૭૨ એટલે કે ૧૬ ટકા સામે ગુના દાખલ થયેલા છે. આ પૈકી ૫૧૧ એટલે કે ૮ ટકા સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. કુલ ૬૮૫ સાંસદ-ધારાસભ્‍યોમાંથી ૧૯૧ એટલે કે ૨૮ ટકા અને તેમાંથી ૧૦૯ ગંભીર ગુનો ધરાવતા છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્‍સ (એડીઆર) દ્વારા તૈયાર કરવામાં આવેલા આ વિશ્‍લેષણ પ્રમાણે ૨૦૦૪ થી આંકડા જોવામાં આવે તો મહિલા ઉમેદવારોની સંખ્‍યા માત્ર ૬% જેટલીજ છે.. વસતીમાં લગભગ અડધો હિસ્‍સો હોવા છતાં રાજકારણમાં મહિલાઓની ભાગીદારી હજુ પણ ખૂબ જ મર્યાદિત છે.
મહિલા ઉમેદવારોમાં માત્ર ૫ ટકા  ઉમેદવાર ગુનાઇત ઈતિહાસ વાળા છે, પણ પુરૂષોમાં આ પ્રમાણ ૧૭% છે.  સાંસદ-ધારાસભ્‍યની વાત કરીએ તો, ૬% મહિલા સાંસદ-ધારાસભ્‍ય ઉપર ગુનાઓ દાખલ થયેલા છે, જ્‍યારે પુરૂષ સાંસદ-ધારાસભ્‍યમાં આ પ્રમાણ ૩૦% છે, જે પાંચ ગણું વધારે છે.
ગંભીર ગુનાઓ સંદર્ભે વાત કરીએ તો માત્ર ૫્રુ મહિલા સાંસદ-ધારાસભ્‍યની સામે ગંભીર ગુનાઓ છે, જ્‍યારે પુરુષ સાંસદ-ધારાસભ્‍યમાં ગંભીર ગુનાવાળાનું પ્રમાણ ૧૭% એટ્‍લે કે, ૩ ગણા કરતાં પણ વધારે છે. એટ્‍લે રાજકારણમાંથી ગુનાખોરી ઓછી કરવી હોય તો તમામ પક્ષોએ વધુ અને વધુ મહિલાઓને ઉમેદવારી આપવી પડે તેમ કહી શકાય. આમ, આ સમયગાળામાં કુલ ૬૮૫ ધારાસભ્‍ય-સાંસદ ચૂંટાયેલા છે. તેમની પાસે સરેરાશ સંપત્તિ રૂપિયા ૫.૯૯ કરોડ છે. બીજી તરફ ગંભીર ગુનાવાળા સાંસદ-ધારાસભ્‍યો પાસે સરેરાશ સંપત્તિ રૂપિયા ૧૧.૪૨ કરોડ છે. કુલ ૬૦૪૩ ઉમેદવારો સરેરાશ રૂપિયા ૧.૭૧ કરોડની સંપત્તિ ધરાવે છે.

 

(3:32 pm IST)