Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

આમ આદમી પાર્ટીઍ ધુરંધર ઉમેદવારને બદલ્યાઃ દહેગામ બેઠક ઉપર યુવરાજસિંહ જાડેજાની જગ્યાઍ સુહાગ પંચાલને ટિકીટ આપી

સરપંચ ઍસોસિઍશનના પૂર્વ પ્રમુખ અને સામાજીક કાર્યકર્તાને ટિકીટ અપાઇ

ગાંધીનગરઃ આમ આદમી પાર્ટીના ધુરંધર ઉમેદવાર યુવરાજસિંહ જાડેજાની જગ્યાઍ સામાજીક કાર્યકર્તા સુહાગ પંચાલને ટિકીટ આપી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાની 12મી ઉમેદવારોની યાદી જાહેર કરી છે. AAPએ સાત બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી છે. દહેગામ બેઠક પર યુવરાજ સિંહ જાડેજાને ટિકિટ આપ્યા બાદ ફરી એક વખત સ્થાનિકને ટિકિટ આપવાની માંગણીને લઇને વિરોધ પ્રદર્શન થયુ હતુ. જે બાદ યુવરાજ સિંહની જગ્યાએ હવે આમ આદમી પાર્ટીએ સુહાગ પંચાલને દહેગામ બેઠક પરથી ટિકિટ આપી છે.
આમ આદમી પાર્ટીની 12મી યાદી જાહેર
આમ આદમી પાર્ટીએ પોતાની 12મી યાદીમાં સાત બેઠક પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. જેમાં અંજાર, ચાણસ્મા, દહેગામ, લિંમડી, વડોદરાની ફતેપુરા અને સયાજીગંજ, ઝઘડિયા બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરી છે.
આમ આદમી પાર્ટીએ ચાણસ્મા બેઠક પરથી સામાજિક કાર્યકર અને શિક્ષણ સાથે જોડાયેલા વિષ્ણુભાઇ પટેલને ટિકિટ આપી છે જ્યારે દહેગામ બેઠક પરથી યુવરાજસિંહ જાડેજાની ટિકિટ કાપીને સરપંચ અને સામાજિક કાર્યકર્તા સુહાગ પંચાલને ટિકિટ આપી છે. સુહાગ પંચાલ સરપંચ એસોસિએશનના પ્રમુખ પણ રહી ચુક્યા છે. લિંબડી બેઠક પર મયુર સાકરિયા, સયાજીગંજમાં સ્વેજલ વ્યાસ, ફતેપુરામાં ગોવિંદ પરમાર, ઝઘડિયામાં ઉર્મિલા ભગતને ટિકિટ આપવામાં આવી છે.
યુવરાજ સિંહ જાડેજાને સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા
યુવરાજ સિંહ જાડેજાને દહેગામ બેઠક પરથી પહેલા આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી હતી. જોકે, સ્થાનિકોને ટિકિટ આપવાની માંગ સાથે યુવરાજ સિંહની ટિકિટ પાછી ખેચી લેવામાં આવી હતી. યુવરાજ સિંહ જાડેજાએ કહ્યુ કે,અમે રાજનીતિ કરવા માટે નહી પણ રાજનીતિ બદલવા માટે આવ્યા છીએ. મને જે કાર્યભાર આપવામાં આવ્યો હતો, દહેગામની સીટ હતી ગુજરાતના તમામ યુવાઓના લોકચાહક છો યુવાઓના દિલના રાજા છો તો તમે ગુજરાતના તમામ યુવાઓને આમ આદમી પાર્ટીના વિચારો સુધી પહોચી શકાય. યુવા શક્તિ એકજૂથ કરી શકાય તે માટે સ્ટાર પ્રચારક તરીકે નિમણૂંક આપવામાં આવી છે.
જે મને જવાબદારી પાર્ટીએ સોપી છે અને પાર્ટીનો નિર્ણય મારા માટે સર્વોપરિ છે. આ નિર્ણયનો સ્વીકાર કરૂ છુ. ગુજરાતના તમામ યુવાઓની વેદના છે વ્યથા છે તેને હંમેશા વાચા આપી છે. આવનાર દિવસોમાં યુવાઓના પ્રશ્નો છે, સરકાર સામેના પ્રશ્નો છે, સ્પર્ધાત્મક પરીક્ષાના હોય કે યુવાઓની રોજગારી, શિક્ષણના હોય તે સરકાર સામે નિશાન સાધતો રહીશ અને મને જે જવાબદારી સોપવામાં આવી છે તેને હું નિષ્ઠાપૂર્વક નીભાવીશ.

(4:28 pm IST)