Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

સુરતના અઠવા પોલીસ સ્ટેશનમાં આગ લાગતા જપ્ત કરાયેલ ૩૦ મોટર સાયકલ ભસ્મીભૂત

આગની ઘટનાની જાણ થતા પોલીસ સ્ટેશનમાં દોડધામ

સુરતઃ સુરતના અઠવા પોલીસ સ્ટેશનમાં આગ લાગતા જપ્ત કરાયેલ ૩૦ બાઇક ભસ્મીભૂત થતા દોડધામ મચી ગઇ હતી.

સુરતના અઠવા વિસ્તારમાં ગત રાત્રે એક સાથે 25 થી 30 બાઇકોમાં આગ લાગી જવા પામી હતી. અથવા પોલીસ સ્ટેશનમાં જમા થયેલી બાઈકમાં આગ લાગતા પોલીસ કર્મીઓમાં અફરાતફરી મચી ગઇ હતી. ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરના કાફલાએ મોડી રાત્રે આગ પર કાબુ મેળવ્યો હતો.

ફાયર સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના અઠવાગેટ વિસ્તારમાં અથવા પોલીસ સ્ટેશનમાં જમા થયેલી બાઈકને પોલીસ મથકના બાજુમાં આવેલ ગાર્ડનના પાર્કિંગમા મૂકવામાં આવતી હતી. જ્યાં મોડી રાત્રિના સમયે અજાણ્યા દ્વારા કચરો સળગાવવામાં આવતા તેના કારણે બાઈકમા આગ લાગી જવા પામી હતી. જેથી એક બાદ એક પાર્કિંગમાં મૂકેલી 25 થી 30 બાઈક આગની ઝપેટમાં આવતા 20 જેટલી બાઈક સંપૂર્ણ બળીને ખાખ થઈ જવા પામી હતી. મોડી રાત્રે 2 વાગ્યે ઘટના અંગેનો કોલ મળતા ફાયરનો કાફલો તાત્કાલિક સ્થળ પર પોહચ્યો હતો.અને આગને કાબૂમાં લીધી હતી.

અઠવા પોલીસ મથકમાં જમાં થયેલી બાઈકોને પોલીસ સ્ટેશનના બાજુમાં આવેલ પાર્કિગમાં મૂકવામાં આવતી હતી.જ્યાં ગતરાતે અચાનક આગ લાગતાં એક સાથે 25 થી 30 બાઈકો આગની ઝપેટમાં આવી ગઈ હતી.જેને કારણે જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.અને આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા.જો કે રાત્રિના સમયે આગ લાગવાથી ઘટના સ્થળ પર કોઈ હાજર ના હોઈ સદનસીબે ઇજા કે જાનહાનિ ઘટના બની ન હતી. પરંતુ બાઈક પાર્કિંગ નજીક બેદરકારી પૂર્વક કચરો કોણે સળગાવ્યો તે પણ સવાલ ઊભો થયો છે.

(5:26 pm IST)