Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

દિલ્હીમાં ચાલી રહેલી ગુજરાત ભાજપ કોર કમિટીની બેઠક થઇ પૂર્ણ :તમામ નેતાઓ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે પહોંચ્યા

ઉમેદવારોની યાદી અંગે ભાજપ અધ્યક્ષને અવગત કરવામાં આવશે.

અમદાવાદ :  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, દરેક રાજકીય પાર્ટી ગુજરાતની 'ગાદી' જીતવા એડી ચોટીનુ જોર લગાવી રહી છે દિલ્હીમાં ગુજરાત ભાજપ કોર કમિટીની બેઠક  પૂર્ણ થઇ છે હવે તમામ નેતાઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે પહોંચ્યા હતા,. ઉમેદવારોની યાદી અંગે ભાજપ અધ્યક્ષને અવગત કરવામાં આવશે. કાલે ભાજપની CECની બેઠક મળશે.

 

(8:34 pm IST)