Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

ધરમપુર કોંગ્રેસમાં ટિકિટને લઈ કકળાટ: તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ કોંગ્રેસમાં જોડાતા વિરોધ કરાયો

તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશ પટેલનું કહેવું છે કે, કલ્પેશ પટેલને ટિકિટ આપે તો પાર્ટીને નુકસાન થશે

વલસાડના ધરમપુર કોંગ્રેસમાં ટિકિટને લઈ કકળાટ ઉભો થયો છે. બીજી તરફ તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ કોંગ્રેસમાં જોડાતા વિરોધ થયો છે. કોંગ્રેસના અગ્રણીઓ અને સંગઠન કલ્પેશ પટેલનો વિરોધ કરી રહ્યા છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશ પટેલનું કહેવું છે કે, કલ્પેશ પટેલને ટિકિટ આપે તો પાર્ટીને નુકસાન થશે. કોંગ્રેસના વફાદાર અને સક્ષમ અગ્રણીને ટિકિટ આપવી જોઈએ તેવું પૂર્વ સાંસદનું કહેવું છે

(8:41 pm IST)