Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

સુરતના ગોડાદરા વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું:કોલકત્તાની આધેડ મહિલા અને ભાવનગરના યુવકે ભાગીદારીમાં ઘર ખરીદી કુટણખાનું શરૂ કર્યું

ત્રણ રૂમમાંથી ત્રણ રૂપલલનાઓ અને ગ્રાહકોને કઢંગી હાલતમાં ઝડપી પડાયા :વેઇટીંગમાં રહેલા ત્રણ ગ્રાહકોને પણ પોલીસે દબોચી લીધા : ફરાર મહિલા સહિત બે લોકો વોન્ટેડ જાહેર

સુરતના ગોડાદરા વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું હતું. બહારથી પ્રોવિઝન સ્ટોર અને અંદર કુટણખાનું ચાલતું હતુ. કોલકત્તાની આધેડ મહિલા અને ભાવનગરના યુવકે ભાગીદારીમાં ઘર ખરીદીને કુટણખાનું શરૂ કર્યું હતું. ત્રણ રૂમમાંથી ત્રણ રૂપલલનાઓ અને ગ્રાહકોને કઢંગી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. વેઇટીંગમાં રહેલા ત્રણ ગ્રાહકોને પણ પોલીસે છાપો મારીને દબોચી લીધા હતા.

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા કૂટનખાણું ઝડપી પાડવામાં આવ્યું હતુ. આ મામલે એક મહિલા 2 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. ઘટનામાં ફરાર મહિલા સહિત બે લોકોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ ગોડાદરા પોલીસને સોંપવામાં આવી છે.

(7:41 am IST)