Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ભુપેન્‍દ્રભાઇની ૧૨મીએ ભવ્‍ય શપથવિધિ : પીએમ મોદી - અમિત શાહ રહેશે હાજર

ડબલ એન્‍જીનની સરકારને લઇને ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્‍સાહ : કમલમ્‌ ખાતે કરાઇ ભવ્‍ય ઉજવણી

નવી દિલ્‍હી તા. ૮ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. શરૂઆતના વલણ પ્રમાણે ભાજપ ૧૫૦ પ્‍લસ બેઠકો મળે તેવું સામે આવી રહ્યું છે, ત્‍યારે ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. હાલના આંકડા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્‍ય જીત થઈ રહી છે અને ૧૨ ડિસેમ્‍બરે શપથગ્રહણ સમારોહનું આયોજન થશે. નવી સરકારની શપથ વિધી યોજાશે. ગુજરાતમાં ફરી ડબલ એન્‍જિનની સરકારને લઇને ભાજપના કાર્યકરોમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપની ભવ્‍ય જીતની ઉજવણી પણ ખૂબ જ ભવ્‍ય હશે. વિધાનસભા પાછળ હેલિપેડ મેદાનમાં શપથવિધિ યોજાશે. શપથવિવિ સમારોહમાં પીએમ મોદી, અમિત શાહ સહિતના નેતાઓ હાજર રહેશે.

ગુજરાતમાં ભવ્‍ય વિજય બાદ પીએમ મોદી સાંજે ગ્‍થ્‍ભ્‍ હેડક્‍વાર્ટરે પહોંચશે. જયારે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ પ્રદેશ અધ્‍યક્ષ સી. આર પાટીલનાં ઘરે પહોંચ્‍યા હતા. જયાં તેમણે એકબીજાને મીઠાઇ ખવડાવીને ખુશી વ્‍યક્‍ત કરી હતી. અહીંથી તેઓ સાથે કમલમ જવા રવાના થયા છે. જયાં કમલમમાં પણ ભવ્‍ય ઉજવણી થઇ રહી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્‍ય જીત થઈ છે. મોટાભાગની બેઠકો પર ભાજપ-કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. તો ભાજપમાં જીતની ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે. કમલમ ખાતે પણ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલ, સી.આર.પાટીલ સહિતના નેતાઓ તેમજ કાર્યકરો ભાજપની ભવ્‍યાતિભવ્‍ય જીતનો ઉત્‍સવ મનાવી રહ્યા છે. સી.આર.પાટીલે કહ્યું કે, ગુજરાતની જનતાએ ભાજપને આશિર્વાદ આપ્‍યા. આગામી પાંચ વર્ષ માટે ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે. તેમણે ગુજરાતની જનતાનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. તો તેમણે ભાજપની જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીને આપ્‍યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્‍યાને રાખી ભ્‍પ્‍ મોદીએ સતત રેલીઓ, જાહેરભાઓ અને રોડ-શો કર્યા હતા અને મતદારોને મનાવવામાં સફળ થયા હતા. સી.આર.પાટીલે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્‍ય જીત બાદ કમલમ્‌ ખાતે જીતની ઉજવણી દરમિયાન મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલે કહ્યું કે, ગુજરાતની જનતાએ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી પર ભરોસો મુક્‍યો અને ફરી સેવાનો મોકો આપ્‍યો. ખોટા વાયદા કરનાર ઠગ લોકોને ગુજરાતની જનતાએ નકાર્યા અને ભાજપને ભવ્‍ય જીત અપાવી. આ જીત બદલ મુખ્‍મયંત્રીએ ગુજરાતની જનતાનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

ગુજરાત ચૂંટણી પરિણામની ઐતિહાસિક જીત તરફ આગળ વધતા વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલને ફોન કરીને અભિનંદન પાઠવ્‍યા છે. નોંધનીય છે કે, PM મોદીની ભૂપેન્‍દ્ર-નરેન્‍દ્ર વાળી વાત સાચી પડી છે. ગુજરાતમાં ભગવો લહેરાયો છે, ભાજપની ભવ્‍ય જીત જોવા મળી રહી છે.

(3:22 pm IST)