Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ગુજરાતમાં અસદુદ્દીન ઓવૈસીના પક્ષ AIMIMની હાલત ખૂબ જ ખરાબઃ નોટા કરતા પણ અોછા માત્ર ૦.૩૩ ટકા વોટ મળ્યા

ગુજરાતમાં વ્યાપક પ્રચાર કર્યો પરંતુ સફળતા ન મળી

રાજકોટઃ ગુજરાતમાં અસદુદ્દીન ઓવૈસીના પક્ષ AIMIMની હાલત ખૂબ જ ખરાબ થઇ છે.
ગુજરાત વિધાનસભાની તમામ 182 વિધાનસભા બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. અનેક બેઠકોના પરિણામો પણ આવી ગયા છે. ટ્રેન્ડમાં ભાજપને બમ્પર જીત મળી રહી છે. ગુજરાતમાં ભાજપ 150નો આંકડો પાર કરતી જોવા મળી રહી છે. જ્યારે કોંગ્રેસ 20થી ઓછી બેઠકો સુધી સીમિત જણાય છે. આમ આદમી પાર્ટીને પણ ગુજરાતમાં ખાસ સફળતા મળી નથી. આ બધાની વચ્ચે અસદુદ્દીન ઓવૈસીની AIMIMની હાલત વધુ ખરાબ છે.
ગુજરાતમાં અત્યાર સુધીના ટ્રેન્ડમાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન પાર્ટીનું ખાતું દેખાતું નથી. AIMIM ને પણ માત્ર 0.33 ટકા વોટ મળ્યા જે NOTA કરતા ઓછા છે. AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાતમાં વ્યાપક પ્રચાર કર્યો હતો. તેમણે કતલખાનાનો મુદ્દો જોર જોરથી ઉઠાવ્યો હતો, પરંતુ તેની બહુ અસર થાય તેમ જણાતું નથી.
મુસ્લિમોએ પણ ઔવેસીની પાર્ટીને ન આપ્યા વોટ
અસદુદ્દીન ઓવૈસીએ પોતાને મુસ્લિમ શુભેચ્છક ગણાવીને વોટ માંગ્યા હતા, પરંતુ ગુજરાતની મુસ્લિમ બહુમતીવાળી જમાલપુર-ખાડિયા બેઠક પર પણ તેમનો ઉમેદવાર ત્રીજા નંબરે ચાલી રહ્યો છે. કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની અહીંથી જીત થઇ છે. તો વોટ શેરમાં ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટ બીજા ક્રમે રહ્યાં છે. જ્યારે AIMIMના ઉમેદવાર સાબીર કાબલીવાલા ત્રીજા સ્થાને રહ્યા હતા. સાબીર કાબલીવાલા ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) ના રાજ્ય અધ્યક્ષ પણ છે અને તેમને માત્ર 12 ટકા મત મળ્યા હતા

(4:43 pm IST)