Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

લોકતંત્રના મહાપર્વ અંતર્ગત યોજાયેલ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં

ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારા અને 

ગુજરાતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી 

 અમિતભાઇ શાહ સાહેબની વિકાસવાદની રાજનીતિને સ્વિકારી સમર્થન 

આપવા બદલ ગુજરાતની જનતા જનાર્દનનો આભાર : 

આ જીત ભારતીય જનતા પાર્ટીની જ નથી પરંતુ ગુજરાતની જનતાએ 

ભારતીય જનતા પાર્ટી ઉપર મૂકેલ વિશ્વાસની જીત છે. 

રાષ્ટ્રવાદની વિચારધારાની જીત છે. 

વિકાસવાદની રાજનીતિની જીત છે  : ગુજરાતના જનતા જનાર્દનના આર્શિવાદથી આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી મળી છે. ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી આપવાનું મન બનાવી ચૂકી હતી : ગુજરાતની જનતા શ્રી નરેન્દ્રભાઇ મોદીને

હૃદયથી ચાહે છે : સમગ્ર પ્રચાર દરમિયાન અમને પક્ષના વરિષ્ઠ નેતૃત્વનો સતત 

સહયોગ અને માર્ગદર્શન મળ્યું હતું જેના કારણે અપાર શક્તિ અને પ્રેરણા મળતી રહી, કાર્યકરોને પ્રોત્સાહન મળતું રહ્યું : આખા પ્રચાર-પ્રસારને જોઉં છું ત્યારે મારા મગજમાં ત્રણ શબ્દો આવે છે નિશ્ચય, મહેનત અને સંતોષકારક પરિણામ : ચૂંટણી પ્રચારમાં કાર્યકરોનો ઉત્સાહ અને અથાગ મહેનત જોઈને મને સૌથી વધુ આનંદ થાય છે : ભારતીય જનતા પાર્ટીની આ જીત ભાજપાના છેલ્લા 

૨૭ વર્ષના સકારાત્મક કાર્યોની જીત છે : 

આઝાદીના સમયથી કોંગ્રેસનો ગઢ ગણાતી ૯ સીટો પૈકી ૭ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત થઇ છે : ગુજરાત રાજ્યમાં આવેલ રેવડી આપનારી પાર્ટી તેમજ કોંગ્રેસીઓની 

તુષ્ટીકરણની રાજનીતિને ગુજરાતની જનતાએ નકારી છે : ગુજરાતની અસ્મિતા જાળવી રાખવા માટે રેવડી આપનારી 

આમ આદમી પાર્ટીને દિલ્હી પરત જવાનો રસ્તો બતાવી આપ્યો છે :  સી. આર. પાટીલ

 

(5:34 pm IST)