Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત બાદ શપથવિધિની તૈયારી: 12 ડિસેમ્બરે થશે ભવ્ય શપથવિધિ સમારોહ

પીએમ મોદી, ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી રહેશે ઉપસ્થિત

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બદ ભાજપે શપથવિધિની તૈયારીઓ શરૂ કરી છે. ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ  પટેલની સરકારનો 12મી ડિસેમ્બરે શપથવિધિ સમારોહ યોજાશે. આ શપથવિધિ સમારોહમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ પણ શપથવિધિમાં ઉપસ્થિત રહેશે. વિધાનસભા ગ્રાઉન્ડમાં શપથવિધિ સમારોહ યોજાશે. જેમા ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે.

(6:27 pm IST)