Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

બે વર્ષથી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતેથી ફરાર પાકા કામના કેદીને ઝડપી પાડતી પેરોલ - ફર્લો સ્કોર્ડ નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પ્રશાંત સુંબે ,પોલીસ અધિક્ષક, નર્મદાનાઓએ તથા હાલમાં રાજ્યની વિવિધ જેલોમાંથી કેદીઓ ફરાર હોય જેથી વધુમાં વધુ જેલ માંથી ફરારી કેદીઓને પકડી પકડવાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને જે.બી. ખાંભલા , પોલીસ ઇન્સ્પેક્ટર એલ .સી.બી.નાઓ જેલમાંથી ફરાર કેદીઓની તપાસમાં હતા દરમ્યાન માહીતી મળેલ કે , અમદાવાદ ફેમીલી કોર્ટના ફોજદારી  મુજબના કામે અર્જુનભાઇ મોહનભાઇ પટેલ (રહે . ટેકરા ફળીયુ રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા)ને દોષીત જાહેર કરી સજા કરવામાં આવેલ અને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવવા સારૂ રાખવામાં આવેલ હતો .

 દરમ્યાન આ કામના કેદીએ વચગાળાના જામીન રજા ઉપર મુક્ત કરવામાં આવેલ. અને તા .૦૧ / ૦૧ / ૨૦૨૧ના રોજ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે હાજર નહી થતા ફરાર થેયલ . જે પાકા કામના કેદી અર્જુનભાઇ મોહનભાઇ પટેલની તપાસ કરતા ફરારી કેદી અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં રહેતો હોવાની બાતમી આધારે પેરોલ ફર્લોની ટીમના પોલીસ સ્ટાફનાઓએ ઝડપી પાડી જરૂરી પોલીસ જાપ્તા સાથે સજા ભોગવવા સારૂ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સુપ્રત કરવામાં આવ્યો છે.

(10:29 pm IST)