Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

અમદાવાદના બારેજામાં આવેલી આસ્થા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં જારદાર આગ ભભૂકીઃ ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ કાબુમાં લીધીઃ જાનહાનિ નથી

અમદાવાદ: બારેજામાં આવેલી આસ્થા હોસ્પિટલમાં આગ લાગી હતી. આગ લાગતા જ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોચી ગઇ હતી અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.

બારેજામાં આવેલી આસ્થા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં આગ લાગતા ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગના ગોટે ગોટા જોવા મળતા લોકોના ટોળે ટોળા મદદ માટે બેગા થઇ ગયા હતા. ફાયર બ્રિગેડે પણ રેસક્યૂ હાથ ધર્યુ હતું અને આગને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા. જોકે, આ આગની દૂર્ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

અમદાવાદથી ફાયરબ્રિગેડની બે ગાડીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. સ્થાનિક ફાયર બ્રિગેડની પણ ગાડીઓએ આગને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડે આ આગને કાબુમાં લીધી હતી. જોકે, આ આગ ક્યા કારણોસર લાગી તેનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી.

રાજ્યમાં અવાર નવાર ફાયર સેફ્ટીના અભાવને પગલે હોસ્પિટલમાં આગ લાગવાના બનાવ બનતા રહે છે. અમદાવાદના બારેજામાં આવેલી આસ્થા હોસ્પિટલમાં આગ લાગતા ફરી એક વખત ફાયર સેફ્ટીને લઇને સવાલ ઉભા થઇ રહ્યા છે. હોસ્પિટલ ચલાવવાની મંજૂરી હતી કે નહી તેની પણ તપાસ કરવામાં આવશે.

(3:53 pm IST)