Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

અમદાવાદમાં 100 વર્ષના વૃદ્ધાએ કોરોનાને હરાવ્‍યોઃ બ્‍લડપ્રેશર સિવાય કોઇ ગંભીર બિમારી ન હતીઃ 8 દિવસમાં સાજા થઇ ગયા

અમદાવાદઃ અમદાવાદની 100 વર્ષની દાદીએ થોડા સમય પહેલા કોરોનાને મ્હાત આપી સારવાર લઈ પોતાના ઘરે પરત ફર્યા હતા. 100 વર્ષની વદ્ધા કોરોનાની ચપેટમાં આવતા તેમને સારવાર માટે પરિવારજનો અમદાવાદના માન સરોવર હોસ્પિટલ લઈ ગયા હતા. તબીબોએ તેમને સારવાર આપી કોરોનાને હરાવ્યો હતો.

“રામ રાખે તેને કોઇ ન ચાંખે” એટલે કે તેનો જીવ કોઈ લઇ શકતું નથી. આપણે વિચારી પણ નથી શક્તા તેવા મોતના બનાવો સામે આવતા હોય છે. નવાઈની વાત તો એ છે કે, તેઓ જીવિત તો રહેતા જ હોય છે સાથે જ સ્વસ્થ પણ રહેતા હોય છે. આ એક કુદરતનો ચમત્કાર જ છે. અને આવા જ એક ચમત્કારની આ ખાસ વાત છે.

અમદાવાદનો આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં, દિવાળીબેન નામના એક 100 વર્ષીની વૃદ્ધ દાદી થોડા સમય પહેલા કોરોના સંક્રમણ થયા હતા. જેથી તેમના સારવાર માટે પરિવારજનો અમદાવાદના માન સરોવર હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેમને કોરોનાની સારવાર આપવામાં આવી હતી. આ સારવારમાં તબીબોએ વૃદ્ધાની દિવસ રાત સારવાર કરી હતી.

દિવાળી બા ને બ્લડ પ્રેશર સિવાયની કોઈ અન્ય ગંભીર બીમારીઓ ન હતી. કુદરતની કૃપાથી ડોક્ટરોની મેહનત રંગ લાવી અને દિવાળી બા એ માત્ર સાત જ દિવસમાં કોરોનને માત આપી દીધી હતી. જેથી ઘરના સભ્યોએ ડોકટરોનો ખુબ જ આભાર માન્યો હતો. બા સ્વસ્થ થઈને જયારે હોસ્પિટલમાંથી ડિસ્ચાજ થઇ રહ્યા હતા. ત્યારે ડોકટરો પણ હેરાન હતા કારણકે જીવેલણ કોરોના વાયરસએ ઘણા લોકોને મોતના માર્ગ પર લઇ ગયો છે. પરંતુ બા એ 100 વર્ષની વયમાં પણ કોરોનાને માત આપી છે. જે ખરેખર ચમત્કાર થી ઓછી ઘટના નથી.

ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા જ અમદાવાદ શહેરના રાયખડ વિસ્તારમાં રહેતા 85 વર્ષના યાસ્મીન બેન જેઓને બન્ને પગમાં ફેકચર અને બલ્ડ પ્રેશર સહિતની અનેક બીમારી હોવા છતા કોરોના સામે જંગ જીત્યા છે. જોકે, કોરોના પોઝિટિવ આવતા તેમણે ઘરે જ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. અમદાવાદના રાયખડ વિસ્તારમાં રહેતા યાસ્મીન બેન ઉંમરભાઈ શેખનું અગાઉ 6 મહિના પહેલા લપસી જતા તેમના પગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ફરી એકવાર પગ લપસતા તેઓ પડી જતા તેમના બીજા પગમાં પણ ફ્રેક્ચર થયુ હતું. જો કે, તેઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ સરકારની ગાઈડલાઈન પ્રમાણે સૌ પ્રથમ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તેઓ પોઝિટિવ આવ્યા હતા. જેથી તેઓને ઘરે પાછા લઈ જવામાં આવ્યા હતા અને ઘરે જ આયુર્વેદિક ઈલાજ કરવામાં આવતો હતો. જેથી આજે 18 દિવસ બાદ તેઓ કોરોનાને મ્હાત આપી સાજા થઈ ગયા હતા.

(5:18 pm IST)