Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

સુરતના અડાજણમાં ભર બપોરે મકાનનું તાળું તોડી તસ્કરો 1.95 લાખની મતા ચોરી રફુચક્કર

સુરત: શહેરના અડાજણ ન્યુ રાંદેર રોડ વિસ્તારના રિધ્ધી સિધ્ધી એપાર્ટમેન્ટમાં ભર દિવસે ત્રાટકેલા તસ્કરો તાળું તોડી દાગીના અને રોકડ મળી કુલ રૂા. 1.95 લાખની મત્તા ચોરીને ભાગી ગયા હતા.

અડાજણ ન્યુ રાંદેર રોડ પર આવેલી પ્રેસિડન્સી સ્કુલની પાછળ રિધ્ધી સિધ્ધી એપાર્ટમેન્ટમાં રહેતા નિવૃત રત્નકલાકાર દિલીપ રંગીલદાસ દમણીયા (. . 67) ગત રોજ સવારે દસ વાગ્યાના અરસામાં પત્ની મીનાબેન સાથે નવસારી ખાતે રહેતા મામા સસરા બિમાર હોવાથી મળવા ગયા હતા

દિલીપભાઇ સાંજે પરત આવ્યા ત્યારે તેમના રહેણાંક ફ્લેટની મેઇન દરવાજા પર લોખંડની ગ્રીલના નકુચા સહિત તાળું તુટેલું હતું અને ઘરના બેડરૂમના કબાટ તૂટેલો હતો તથા સરસામાન વેરવિખેર હતો

દિલીપભાઇ અને તેમની પત્નીએ કબાટમાં મુકેલા દાગીના ચેક કરતા રૂા. 1.75 લાખના સોનાના દાગીના અને રોકડા રૂા. 20 હજારની મત્તા ગુમ હતી. ઉલ્લેખનીય છે કે એપાર્ટમેન્ટમાં વોચમેન હોવા છતા ભર દિવસે તસ્કરો ત્રાટક્યા હતા અને ચોરીનો કસબ અજમાવી ભાગી ગયા હતા.

(5:10 pm IST)