Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

સુરતમાં આરટીઓ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરની નોકરી અપાવવાની લાલચ આપી 12 લાખ પડાવી લેનાર બે ભેજાબાજ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત: શહેરમાં એસએમસીના સફાઇ કામદારના બે પુત્રને સુરત આરટીઓમાં આસીસ્ટન્ટ ઇન્સ્પેક્ટરની નોકરી અપાવવાની લાલચ આપી 12 લાખ પડાવી લેનાર બોગસ આરટીઓ ઇન્સપેક્ટર સહિત બે ભેજાબાજ વિરૂધ્ધ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાય છે.

નવસારી બજાર-મલેકવાડીમાં એસએમસીના સફાઇ કામદાર લક્ષ્મણ માવજી વીજુડા (.. 45) ના પડોશી વિક્કી પ્રેમજી ખુમાણ (.. 28) ચારેક મહિના અગાઉ નિખીલ મુકેશ સવાણી સાથે પરિચય કરાવ્યો હતો. નિખીલે પોતાની ઓળખ સુરત આરટીઓના આસીસ્ટન્ટ ઇન્સ્પેક્ટર તરીકે આપી હાલમાં સુરત આરટીઓમાં ઇન્સ્પેક્ટરની અંડરમાં આસીસ્ટન્ટની ભરતી છે એમ કહી લક્ષ્મણના પુત્ર મહેશ (.. 22) અને સાગર (.. 21) ને આારટીઓમાં નોકરી અપાવવાની લાલચ આપી 22 લાખની માંગણી કરી હતી. લક્ષ્મણે 16 લાખ આપવાની તૈયારી દર્શાવી ચેક અને રોકડેથી ટુક્ડે-ટુક્ડે 12 લાખ ચુકવી સ્કુલ લિવીંગ સર્ટી સહિતના ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા

(5:10 pm IST)