Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

અમદાવાદના નરોડા વિસ્તારમાં કિશોરીને આત્મહત્યા કરવા માટે મજબુર કરનાર નરાધમ આરોપીના જામીન અદાલતે નામંજૂર કર્યા

અમદાવાદ: શહેરનાનરોડા વિસ્તારમાં ૧૭ વર્ષીય કિશોપીને આત્મહત્યા માટે મજબૂર કરવાના કેસમાં આરોપીની જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. કોર્ટે નોંધ્યું છે કે આરોપીઓ મૃતકને ધમકીઓ આપી હોવાનું પ્રથમદર્શનીય રીતે લાગી રહ્યું છે. ગુનાની ગંભીરતા જોતા આરોપીને જામીન આપી શકાય નહીં.

પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે નરોડા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય ંકિોરીએ આત્મહત્યા કરતા મિહિર બ્રિજેકુમાર રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી. મૃતકના પરિવારની ફરિયાદ પ્રમાણે તેમણે મૃતકનો મોબાઇલ ચેક કર્યો હતો. જેના આધારે તેના સ્કૂના મિત્ર સાહીની પૂછપરછ કરાઇ હતી. સાહીલે પરિવારજનોને કહ્યું હતું તે મૃતકે તેને આઠમી ડિસેમ્બરે બપોરે મેસેજ કરી આપવીતી કહી હતી. જેમાં મિહિર તેને ધમકી આપી રહ્યો હતો કે તું મરી જાનહીંતર તારાં ઘરે આવી બધુ કહી દઇશ. ઉપરાંત તેને કેટલાંક અપશબ્દો પણ કહ્યા હતા. જેનાં કારણે મૃતક હતાશામાં આવી ગઇ હતી. મિહિર તેને રોજ ધમકીઓ આપતો હોવાનો ખુલાસો પણ દરમિયાન થયો હતો. આરોપીએ જામીન અરજી કરતા તેના વિરોધમાં પોલીસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે કેસની તપાસ અત્યારે ચાલી રહી છે સમયે આરોપીને જામીન અપાશે તો તપાસ અને સાક્ષીઓ પર વિપરિત અસર થશે. બન્ને પક્ષની રજૂઆત સાંભળી કોર્ટે જામીન અરજી નામંજૂર કરી છે.

(5:13 pm IST)