Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

ડુંગરી પોલીસે ધરાસણા ચિલ્ડ્રન હોમમાં આનંદ મેળાની ઉજવણી કરી

વલસાડ એસપી રાજદિપસિંહ ઝાલાના ગરીબ બાળકો પ્રત્યે સહાનુભૂતિ રાખવાના વિચારથી પ્રેરિત થઇ ડુંગરી પીએસઆઇ જે. એસ. રાજપૂતે ધરાસણા ચિલ્ડ્રન હોમમાં આનંદ મેળાનું આયોજન કર્યું: બાળકોને વિવિધ વાનગીઓ પીરસાઇ: વિવિધ ગિફ્ટ આપી ખુશ કરી દેવાયા

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ ડુંગરી પોલીસ દ્વારા અનાથ અને વિખુટા પડી ગયેલા બાળકોને રાખતા ચિલ્ડ્રન હોમમાં આનંદ મેળાનું આયોજન કર્યું હતુ. જેમાં વલસાડ બાળ કલ્યાણ સમિતિ પણ જોડાઇ હતી.
વલસાડ એસપી રાજદિપસિંહ ઝાલાના ગરીબ બાળકો પ્રત્યે સહાનુભૂતિ રાખવાના વિચારથી પ્રેરિત થઇ ડુંગરી પીએસઆઇ જે. એસ. રાજપૂતે ધરાસણા ચિલ્ડ્રન હોમમાં આનંદ મેળાનું આયોજન કર્યું હતુ. જેમાં બાળકોને વિવિધ વાનગીઓ પીરસાઇ હતી. તેમજ તેમને વિવિધ ગિફ્ટ આપી ખુશ કરી દેવાયા હતા.

(7:11 pm IST)