Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

તિલકવાડાનાં ભાદરવાદેવ રોડ પરથી પોલીસે જુગાર રમતા બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાનાં ભાદરવાદેવ રોડ પરથી પોલીસે બાતમી નાં આધારે જુગાર રમતા બે શખ્સોને ઝડપી ગુનો દાખલ કાર્યો છે
મળતી માહિતી મુજબ તિલકવાડા પોલીસે મળેલી બાતમીના આધારે ભાદરવાદેવ રોડ પરથી નિયાજ મહંમદ પ્યારાસાહેબ અફઘાન (રહે વડીયા ટેકરા તા.તિલકવાડા જિ-નર્મદા) નાઓ તથા રમેશભાઈ ઝીણાભાઈ ભીલ (રહે.પાનતલાવડી તા-ગરૂડેશ્વર જિ-નર્મદા) નાઓ પોતાના આર્થિક ફાયદા સારૂ દિનેશભાઈ તડવી નાઓના ઘરની પાછળ લીમડાના ઝાડ નીચે જાહેરમા વરલી મટકા આંક ફરકના આંકડાઓ લખી પૈસાની લગાઇ લઇ હારજીતનો જુગાર રમી રમાડતા જુગારના સાઘનો તથા રોકડા રૂ|. ૨,૧૩૦ મળી કુલ કિ.રૂ.૨,૧૩૦ સાથે પકડી પાડયા હતાં.

(10:46 pm IST)