Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

વડોદરા:તરસાલી વિસ્તારમાં ભુવો પડતા સ્થાનિક લોકોમાં અકસ્માતના ભયનો માહોલ

વડોદરા:કોર્પોરેશન હસ્તક તરસાલી બગીચામાં ભૂવો પડતા સ્થાનિક રહેવાસી અને સામાજિક કાર્યકર વહેલી તકે સમારકામ હાથ ન ધરાતાં અધિકારીઓ પદાધિકારીઓ સામે નારાજગી દર્શાવી લોકોના જીવ સાથે ચેડાં ન કરવા તાકીદ કર્યા છે. વડોદરા શહેરમાં માર્ગ ઉપર ભુવો પડવાની ઘટનાથી સૌ કોઈ વાકેફ છે. પરંતુ આજે શહેરના એક બગીચામાં ભૂવાએ નિર્માણ લેતા ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તરસાલી વિસ્તારમાં આવેલ વિજયનગર સોસાયટી પાસે કોર્પોરેશન હસ્તક બગીચામાં અંદાજે ત્રણ ફૂટ પહોળાઈ અને દસ ફૂટ ઊંડાઈ ધરાવતા ભુવાનું નિર્માણ થયું છે. આ અંગે સામાજિક કાર્યકરએ સ્થાનિક કાઉન્સિલર અને કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરી હતી. જોકે  પ્રધાનમંત્રીના આયોજનમાં શિડયુલ વ્યસ્ત હોવાનું જણાવી થોડો સમય લાગશે તેવો જવાબ મળ્યો હતો. છેલ્લા ચાર દિવસથી બગીચામાં ભુવો સહેલાણીઓ સામે ભયનું જોખમ ઊભું કરી રહ્યો છે. જેથી વહેલી તકે સમારકામ થાય તે જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બગીચામાં આસપાસના લોકો મોટી સંખ્યામાં યોગા, વોકિંગ, કસરત સહિતની પ્રવૃત્તિઓ માટે આવતા હોય છે. કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તે પ્રશ્ન અહીં ઉદભવ્યો છે.

(6:20 pm IST)