Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

વડોદરાની ગોલ્ડન ચોકડી નજીક પોલીસે ફિલ્મીઢબે કારનો પીછો કરતા કાર ડિવાઇડર કૂદી અન્ય વાહન સાથે અથડાતા રસ્તા પર દારૂનો જથ્થો રેલમછેલ

વડોદરા: ગોલ્ડન ચોકડી નજીક પોલીસે ફિલ્મીઢબે પીછો કરતા દારૃ ભરેલી કાર ડિવાઇડર કૂદાવીને અન્ય વાહન સાથે અથડાઇ હતી. કારનો ચાલક ભાગી ગયા બાદ કારમાંથી દારૃની  બોટલો પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે હાલોલ તરફથી મરુન કલરની એક અલ્ટો કારમાં ચાલક દારૃનો જથ્થો ભરીને વડોદરા તરફ આવે છે તેવી બાતમીના આધારે પીસીબીના સ્ટાફે ગોલ્ડન ચોકડી પાસેના ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની કાર આવતા તેને ઊભી રાખવા પોલીસના માણસોએ ઇશારો કરતા ચાલકે કાર ઊભી રાખવાના બદલે ભગાવી હતી. આ સાથે જ પોલીસે પણ કારનો પીછો કરતા કારના ચાલકે રોડના ડિવાઇડર પર કાર ચડાવી દેતા બેલેન્સ ગુમાવ્યું હતું અને રોડ પર આગળ ઊભેલા એક વાહન સાથે કાર અથડાઇ હતી.

અકસ્માત બાદ કારમાંથી નીકળી ચાલક નજીકની ઝાડીઓમાં ભાગી ગયો  હતો. પોલીસે કારમાં તપાસ કરતા દારૃની ૩૮૦ બોટલો મળી હતી. પોલીસે કુલ રૃા.૧.૫૫ લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર થઇ ગયેલા ચાલક, કારના ડ્રાઇવર સહિતની ભાળ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.

(6:22 pm IST)