Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

કોરોનાએ સ્પીડ પકડી: અમદાવાદમાં નવા 62 કેસ સાથે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 117 નવા કેસ નોંધાયા:વધુ 45 દર્દીઓ સાજા થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી :રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,944: કુલ 12,14.354 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 81.353 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 517 કોરોનાનાં એક્ટીવ કેસ : શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો


અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 117 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 45 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.14.354 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યનો કુલ મૃત્યુઆંક 10.944 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 99.07 ટકા જેટલો છે.

રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 81,353  લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11.04.08.699 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 517 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી અને અને 517 દર્દીઓ સ્ટેબલ છે .

રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 117 કેસમાં અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 62 કેસ નોંધાયા છે. વડોદરામાં 20 કેસ,સુરત કોર્પોરેશનમાં 9 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 4 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 3 કેસ, અમદાવાદ, અમરેલી,મહેસાણા,સુરેન્દ્રનગર,વડોદરા,વલસાડમાં 2-2 કેસ, આણંદ ,અરવલ્લી,બનાસકાંઠા,ભરૂચ,ગાંધીનગર,જામનગર કોર્પોરેશન અને સુરતમાં 1-1 કેસ નોંધાયો છે 

(8:14 pm IST)