Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

નર્મદા જિલ્લામાં હયાત પત્નિ હોવા છતાંય અન્ય સ્ત્રીને ઘરમાં રાખતા અભયમ ટીમ પરણિતાની મદ્દદે આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા નાં એક તાલુકાનાં ગામ થી એક પીડિત મહિલા નો ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ આવેલ અને જણાવેલ કે તેમના પતિ બીજી સ્ત્રી ને લઇ આવ્યા છે. અને તેથી મારા પતિ અને સાસુ - નણંદ મને મારે છે. રાજપીપલા અભયમ રેસ્કયું વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને પક્ષો વચ્ચે અસરકારક કાઉસિલિંગ કરી પારિવારિક ઝગડા નું સમાધાન કરાવ્યું હતું.                             
જેમાં મળતી માહિતી મુજબ પીડિત મહિલા બહેન નાં ત્રણ બાળકો છે. દીકરો સ્ત્તર વર્ષ, અને દીકરી તેર વર્ષ અને બીજી દિકરી આઠ વર્ષ ની છે. પતિ ખેતી કામ કરે છે. ચાર દિવસ થયા તેઓ બીજી સ્ત્રી ને લઇ આવ્યા છે. મારા સાસુ - સસરા નું અલગ ઘર છે ત્યાં એમની સાથે રહે છે. મને ખબર પડી તો હું તેમને લેવાં ગયેલ ત્યારે સાસુ - નણંદ અને પતિ એ ભેગા થઈ મને મારી હતી, મને કાઢી મૂકવાની ધમકીઓ આપે છે. ઘટનાની જાણ થતાં અભયમ ટીમે પતિ અને સાસુ - નણંદ નું અસરકારક કાઉન્સેલિંગ કરતા માહીતિ આપી કે હયાત પત્નિ હોવા છતાંય બીજી સ્ત્રી સાથે સબંધ રાખવા તે કાનુની અપરાધ છે બાળકો પણ મોટા થઇ ગયેલા છે તેઓ ને આગળ અભ્યાસ માટે ઘ્યાન આપવું જરૂરી છે આ લગ્નેતર સબંધ થી સામાજીક પ્રતિષ્ઠા ને હાની પહોંચે અને પત્નિ ને મારઝૂડ કરવી તે ઘરેલું હિંસા હેઠળ ગુનો બને છે આમ અસરકારકતા થી સમજાવતાં તેમને પોતાની ભૂલ સમજાઈ હતી ગામ ના  સરપંચની રૂબરૂ માં તેમને સમજાવ્યા તેઓ એ પોતાની ભૂલ સ્વીકારી બીજી સ્ત્રી સાથે કોઈ સબંધ રાખીશ નહી અને તેમના ઘરે મૂકી આવીશું, મારી પત્ની અને બાળકો ની જવાબદારી સ્વીકારતા તેમને  સારી રીતે રાખવા સંમત થયાં હતા જેથી પરિવાર વચ્ચે સમાધાન કરાવવામાં જે મૂજબ નું લખાણ લઈ અને પારિવારિક ઝગડા નું સમાધાન કરાવ્યું હતું. તેમનાં પત્ની અને બાળકો ને પણ એક્બીજા ની કાળજી લેવા સમજાવેલ જ્યારે સાસરા, સાસુ અને નણંદ ને પરિવાર વચ્ચે મનમેળ બની રહે તેવું વાતાવરણ રાખવા જણાવેલ હતું.

(10:57 pm IST)