Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 4 દિવસ પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી

ગાજવીજ સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદની સંભાવના

અમદાવાદ : રાજ્યમાં આ વર્ષે કોરોનાની અસર ઓછી થતા શેરી અને સોસાયટીમાં ગરબાના આયોજનને મંજૂરી અપાઈ છે. પરંતુ ખેલૈયાઓની ગરબા રમવાની મજા વરસાદ બગાડી શકે છે. હવામાન વિભાગ મુજબ, આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન ગાજવીજ સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદની સંભાવના છે.

   નવરાત્રિના પ્રથમ દિવસે જ મેઘરાજાએ ખેલૈયાઓની મજા બગાડી હતી. અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતાં માંડવી અને મંડપો પલળી ગયાં હતાં. રાજ્યમાં અરબ સાગરમાં રહેલો ભેજ હજી વરસાદ ખેંચી લાવે તેમ છે. જેથી નવરાત્રિના દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાંથી ચોમાસુ પૂર્ણ થઈ ગયુ છે. પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજી આંશિક અસર યથાવત રહેશે. અમદાવાદમાં નવરંગપુરા,ગુજરાત યુનિવર્સિટી, વિજય ચાર રસ્તા, પાંજરાપોળ, આશ્રમ રોડ, ઈન્કમટેકસ સહિતના વિસ્તારમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે.

(9:06 pm IST)