Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ સુધી વિજળીના કડાકાં -ભડાકા સાથે પવન ફૂંકાવાની શકયતા

અરબી સમુદ્રમાં પૂર્વ મધ્ય વિસ્તારમાં એક અપર એર સાઈકલોનિક સરક્યુલેશન સર્જાયું

અમદાવાદ : અરબી સમુદ્રમાં પૂર્વ મધ્ય વિસ્તારમાં એક અપર એર સાઈકલોનિક સરક્યુલેશન સર્જાતા દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વિજળીના કડાકાં સાથે ભારે પવન ફૂંકાવાની શકયતા છે. હવામાન વિભાગના મતે હવાનું ચક્રવાત સમુદ્રની સપાટીથી 4.5 કિલો મીટરના સ્તરે છવાયેલું છે. આ સિસ્ટમને કારણે કોંકણ અને ગોવા તેમજ મહારાષ્ટ્રના તટીય વિસ્તારો સહિત દક્ષિણ ગુજરાત પંથકમાં પણ વિજળીના કડાકાં સાથે ભારે પવન છવાયેલો રહેવાની શકયતા છે.

(12:57 pm IST)