Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

વડોદરાના ગોરવા વિસ્તારમાં ઇનોરબિટ મોલ નજીક પાર્ક કરેલ કારનો કાચ તોડી ગઠિયો લેપટોપ ચોરી છૂમંતર....

વડોદરા:શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા ઇનોરબિટ મોલ ના પાછળના ભાગમાં રોડ ઉપર પાર્ક કરેલી કારનો કાચ તોડી અજાણ્યા ગઠિયો માત્ર દશ મિનિટમાં લેપટોપ અને અગત્યના કાગળો સાથેની બેગ ચોરી ફરાર થઈ ગયો હોવાનો બનાવ ગોરવા પોલીસ મથકના ચોપડે નોંધાયો છે.

વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા પાસે આવેલી સુભાષ પાર્ક સોસાયટીમાં રહેતા દેવાંગભાઈ શાહ મકરપુરા જીઆઇડીસી ખાતે આવેલી ખાનગી કંપનીમાં એક્સપર્ટ ડાયરેક્ટર તરીકે નોકરી કરે છે. બીજી ઓક્ટોબરના રોજ સાંજે પાંચ વાગ્યાના અરસામાં તેઓ પોતાના કપડા નું પાર્સલ લેવા માટે કાર લઇ ગોરવા ઇનોરબિટ મોલ ખાતે ગયા હતા જ્યાં પાર્કિંગમાં જગ્યા ના હોય ગાડી ઇનોરબિટ મોલ ની પાછળ ના ભાગમાં રોડ સાઈડ પાર્ક કરી હતી. કપડા નું પાર્સલ લઈ માત્ર 10 મિનિટમાં કાર પાસે પરત આવ્યા હતા. જે દરમિયાન કારના પાછળના દરવાજાનો કાચ તૂટેલો હોય અગત્યના ડોક્યુમેન્ટ સહિતની લેપટોપ બેગ ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. જે બેગમાં લેપટોપ, બેંકની પાસબુક, ચેકબુક, અગત્યના ડેટા તથા હાર્ડડિસ્ક મળી 25 હજારની મત્તાનો સમાવેશ થાય છે.

(6:19 pm IST)