Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

અમદાવાદ:નિકોલમાં પુત્રના મૃત્યુ બાદ પુત્રવધુ પર દુષ્કર્મ આચરનાર નરાધમ સસરાને અદાલતે દસ વર્ષની સજાની સુનવણી કરી

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં પુત્રના મૃત્યુ બાદ પુત્રવધૂ પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં ૬૩ વર્ષીય સસરાંને ગ્રામ્ય કોર્ટે દસ વર્ષની કેદની સજા ફટકારી છે. સેશન્સ જજ ટી.કે. રાણાએ નોંધ્યું છે કે સસરાં અને પુત્રવધૂનો સંબંધ પિતા અને દીકરી જેવો પવિત્ર હોય છેજેથી સમાજમાં દાખલો બેસે તે માટે આરોપીને કડક સજા થવી જરુરી છે.

આ કેસની વિગત એવી છે કે નિકોલ વિસ્તારમાં રહેતા એક પરિવારમાં વર્ષ ૨૦૧૬માં પુત્રનું અવસાન થયું હતું અને પુત્રવધૂ સાસરે જ રહેતી હતી. અવસાન બાદ સસરાંએ પુત્રવધૂને વિવિધ ધમકીઓ આપી તકનો લાભ લઇ પુત્રવધૂ પર દુષ્કર્મ આચર્યુ હતું. આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી અને ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી. જેમાં કોર્ટે નોંધ્યું હતું કે આ અંગે પુત્રવધૂએ પહેલાં નણંદોને જાણ કરી હતી અને સમજાવટના કારણે તેણે ફરિયાદ નહોતી કરી અને બાદમાં ફરિયાદ થઇ છે. તેથી આરોપી સામે કેસ સાબિત થાય તેટલા પુરાવા છે. તેથી સમાજમાં દાખલો બેસે તે માટે તેને દસ વર્ષની કેદની સજા કરવામાં આવે છે.

(6:22 pm IST)