Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ SGVPની મુલાકાતે દ્વારિકાપીઠના શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ

અમદાવાદ તા. ૯ આદિ આચાર્ય શ્રી શંકરાચાર્યજીએ સ્થઆપેલ ચાર પીઠ માહેની એક એટલે દ્વારિકાની શારદાપીઠ. આ શારદા પીઠના આચાર્ય શ્રીસદાનંદ સરસ્વતીજી મહારાજ SGVP ગુરુકુલની મુલાકાતે પધાર્યા હતા. સંસ્થાના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીએ પૂજ્ય મહારાજશ્રીનું સ્વાગત-સન્માન કર્યું હતું.

SGVP માં કાર્યરત દર્શનમ્ સમસ્કૃત મહાવિદ્યાલયના આચાર્યો, ઋષિકુમારો તથા ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓએ પાદુકાપૂજન તથા મંત્રગાન કરી આચાર્યશ્રીનું વિશેષ પૂજન કર્યું હતું. આ પ્રસંગે શંકરાચાર્યજીએ ગુરુકુલમાં ચાલતી સંસ્કૃતિની સેવા તથા સમાજસેવાને બિરદાવી હતી. ઉપરાંત સંસ્કૃત મહાવિદ્યાલય, હોલિસ્ટિક હોસ્પિટલ, ગૌશાળા વગેરે વિભાગોની મુલાકાત લઈ પોતાની પ્રસન્નતા વ્યક્તિ કરી હતી.

 

(2:41 pm IST)