Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

અમદાવાદ કોર્પોરેશનમાં કોંગ્રેસના બે જૂથો વચ્ચે ભારે મતભેદો: ૧૪ કોંગી કોર્પોરેટરો રાજીનામાં આપવા જીપીસીસી કાર્યાલએ પહોંચ્યા

dir="auto">
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતાપદને લઈને કોંગ્રેસમાં ભારે વિવાદ સર્જાયો છે. નારાજ થયેલા કોંગ્રેસના ૧૪ કોર્પોરેટરો કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પહોંચ્યા છે. કોંગ્રેસના ચૂંટાયેલા કાઉન્સિલરોના બે જૂથ વચ્ચે મારે મતભેદો સર્જાયા છે. શહેઝાદખાન પઠાણને વિરોધ પક્ષના નેતા બનાવવાનું નક્કી થતાં તેના વિરોધમાં ૧૪  કોર્પોરેટરો કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા છે. જેમાં કમળાબેન ચાવડા, રાજશ્રી કેસરી સહિતનાનો સમાવેશ થાય છે. પ્રદેશ પ્રમુખ સમક્ષ પોતાના વિરોધની રજૂઆત કરીને તેઓ રાજીનામાં આપશે તેમ જાણવા મળે છે. હાજી મિર્ઝા, જમન  વેગડા, ઈકબાલ શેખ પણ જીપીસીસી કાર્યાલય પહોંચ્યા છે.

 
(4:10 pm IST)