Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

વલસાડ જિલ્લામાં શીતલહેર ફરી વળતા વાતાવરણ ઠંડુગાર બની ગયું :૧૫ કિમી ઝડપે ઠંડો પવન ફૂંકાયો : સિઝનનું સૌથી નીચું તાપમાન:

જિલ્લામાં ડિસેમ્બર માસ દરમિયાન 14 થી 16 અને ક્યારેક 19 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.પરંતું સિઝનનું ઠંડીનું સૌથી નીચું તાપમાન 2 ડિસેમ્બર 2021ના રોજ 10 ડિગ્રી અને બીજા દિવસ 3 ડિસેમ્બરે પણ ઠંડીનો પારો 10 ડિગ્રી નોંધાતા વલસાડ ઠંડુગાર બન્યું હતું.

dir="ltr">(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ : વલસાડમાં ઠંડીએ ચમકારો બતાવતા લોકો ઠંડીનો આનંદ માળી રહ્યા છે ઉત્તર ભારત, કાશ્મીર સહિતના રાજ્યોમાં ભારે હિમવર્ષા અને વલસાડમાં શનિવારે વાદડિયા હવામાન બાદ મોડી સાંજે કમોસમી છાંટણા થતા વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું.જેની ઠંડકની અસર બીજા દિવસ રવિવારે પણ જોવા મળી હતી. કોરોનાના સતત માર વચ્ચે રવિવારે પશ્ચિમ ઉત્તરના ઠંડા પવનો પણ ફુંકાતા વાતાવરણ દિવસભર ઠંડુગાર બની ગયું હતું. દિવસે પણ લોકોએ ગરમ વસ્ત્રો પહેરવાની નોબત આવી હતી. જ્યારે મળસ્કે અ્ને સવારે ઠુઠવાતા લોકોએ તાપણાં કરવા પડ્યા હતા.
વલસાડમાં રવિવારે લઘુત્તમ તાપમાનનો પારો 16.5 ડિગ્રીએેે સ્થિર થયો હતો જ્યારે મહત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું. વલસાડ જિલ્લામાં નવેમ્બરથી શિયાળાની ઋતુનો પ્રારંભ થયો હતો. પરંતુ 1 નવેમ્બરથી 15 નવેમ્બર સુધીના અડધા માસ દરમિયાન ઠંડીનો પારો 14 થી 16 ડિગ્રી વચ્ચે ફરતો રહ્યો હતો. ત્યારબાદના અડધા માસ દરમિયાન 19 ડિગ્રી સુધી ઉંચો જતાં ઠંડી ગાયબ થઇ ગઇ હતી. જો કે ડિસમ્બરથી ઠંડી વધવા માડી હતી. જેમાં 15 ડીગ્રી સુધી ઠંડીનો પારો રહ્યો હતો. આમ ડિસેમ્બર દરમિયાન પણ શિયાળાની ઋતુ આગળ ધપી રહી હતી અને વચ્ચેના દિવસોમાં કડકડતી ઠંડીનો એહસાસ લોકોએ અનુભવ્યો હતો. હવે જાન્યુઆરી 2022નો માસ પણ શરૂ થઇ જવા છતાં પ્રારંભમાં ઠંડીનો પારો 15 થી 16 ડિગ્રી વચ્ચે ફરતો રહ્યો હતો.
પરંતું 09 જાન્યુઆરી રવિવારે વલસાડ જિલ્લામાં શીતલહેર ફરી વળતા વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું.ઉત્તર પશ્ચિમના ઠંડા પવનોનો વાયરો ફૂંકાતા મળસ્કેથી દિવસભર ઠંડક પ્રસરી ગઇ હતી. સવારથી લઇ દિવસ દરમિયાન પણ લોકોએ ગરમ વસ્ત્રો પહેરવાની નોબત આવી હતી.રવિવારે ઠંડીનો પારો અઢી ડિગ્રી ઘટીને 16.5 ડિગ્રી સેલ્સિયસ પર ગગડ્યો હતો. જ્યારે મહત્તમ તાપમાન પણ 28 ડિગ્રીએ નીચું ઉતર્યું હતું.લોકોએ સવારે તાપણાં કરવાની ફરજ પડી હતી.જયારે સિઝનનું સૌથી નીચું તાપમાન દેખાયું હતું જિલ્લામાં ડિસેમ્બર માસ દરમિયાન 14 થી 16 અને ક્યારેક 19 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.પરંતું સિઝનનું ઠંડીનું સૌથી નીચું તાપમાન 2 ડિસેમ્બર 2021ના રોજ 10 ડિગ્રી અને બીજા દિવસ 3 ડિસેમ્બરે પણ ઠંડીનો પારો 10 ડિગ્રી નોંધાતા વલસાડ ઠંડુગાર બન્યું હતું.
(1:37 pm IST)