Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ભારતીય સંસ્કૃતિ ગજબની છે, આટલા ઉત્સવો કદાય કોઇ સંસ્કૃતિમાં ઉજવાતા નહીં હોય.: શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી

ભગવાન સ્વામિનારાયણ તો ઉત્સવિયા ભગવાન કહેવાયછે.: પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી

મેમનગર ગુરુકુલમાં ઉજવાયેલ ફુલદોલોત્સવ. 0૦૦ કિલો ગુલાબના ફુલોની પાંખડીઓથી ઠાકોરજીનું પૂજન કરાયું. કેસુડાના જળ અને ગુલાબની પાંખડીઓથી હરિભકતોને વધાવતા સંતો

અમદાવાદ તા. પરંપરાગત પ્રમાણે  પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે નર નારાયણ દેવ જન્મોત્સવ યાને ફુલદોલોત્સવ આનંદ સભર સભર ઉજવાયો હતો. નરનારાયણ દેવ પોતાના ભકતોની ભક્તિમાં કોઇ વિઘ્ન થાય તે માટે પોતે તપ કરે છે.

   ઠાકોરજીને ફુલના હિંડોળામાં ઝુલાવ્યા બાદ ષોડશોપચારથી પૂજન સાથે ઠાકોરજીને 0૦૦ કિલો ફુલોની પાંખડીઓથી  અભિષેક કરવામાં આવ્યો હતો. મેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓએ હોળી નૃત્ય કર્યું હતું.

   ફુલદોલનો મહિમા સમજાવતા અમેરિકા સત્સંગ વિચરણ કરતા પૂ.શા.માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફોન દ્વારા જણાવ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાન તો ઉત્સવિયા ભગવાન કહેવાય છે. તેમણે ઉત્સવોને કલ્યાણનું સાધન બનાવ્યું છે. આજથી બસો ૨૦૦ વર્ષ પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણે ગઢડા, સારંગપુર, વડતાલ વગેરે અનેક સ્થળે ફુલદોલોત્સવ કર્યા છે.

   આજ આનંદનો ઉત્સવ છે. ભારતીય સંસ્કૃતિ ગજબની સંસ્કૃતિ છે. આટલા ઉત્સવો કદાય કોઇ  સંસ્કૃતિમાં ઉજવાતા નહીં હોય. આટલી આનંદિત કોઇ સંસ્કૃતિ નથી. ભગવાનના સંબંધમાં આવેલ ક્રિયા નિર્ગુણ બની જાય છે.

ગઇ કાલે આપણે હોલિકા ઉત્સવ પણ ઉજવ્યો. હોલિકા દહનનો અર્થ છે, અસત્ય ઉપર સત્યનો વિજય, અંધકાર ઉપર પ્રકાશનો વિજય. આજે આપણે ઠાકોરજીનો ફુલોથી અભિષેક કર્યો. ખરેખર આવા ઉત્સવોમાં કૃત્રિમ રંગોનો પ્રવેશ થવા દેવો નહીં. ભગવાન આપણાં જીવન ફુલ જેવા કોમળ અને સુગંધિત બનાવે એવી ભગવાન પાસે પ્રાર્થના છે. પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ફુલદોલનો મહિમા સમજાવ્યો હતો. અને જણાવ્યું હતું કે ઉત્સવમાં જે જે હરિભરકતોએ તન,મન અને ધનથી સેવા કરેલ તે ભકતોને હાર પહેરાવી સન્માનિત કર્યા હતા. અંતમાં તમામ ભકતોને ફગવાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.-                            

 

 

(12:28 pm IST)