Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

અમદાવાદ એરપોર્ટની ઘટના : ૭ સીનીયર સીટીઝનો ફલાઇટ ચૂક્‍યા

અમદાવાદ,તા.૧૦: એરપોર્ટ ઓથોરિટીની બેદરકારીને કારણે મુસાફરો ફલાઈટ ચુકી ગયાની ઘટના સામે આવી હતી. સાત સિનિયિર સિટિઝન અમદાવાદથી મુંબઈ થઈને અમેરિકા જવાના હતા. પરંતુ, એરપોર્ટના સ્‍ટાફે તેમને ગેરમાર્ગે દોરીને બીજા ટર્મિનલ પર લઈ ગયા હતા. જેના કારણે તેમની ફલાઈટ ચુકી ગયા હોવાનો આક્ષેપ આ સિનિયર સિટીઝનો દ્વારા કરવામાં આવ્‍યો હતો. વહેલા પહોંચેલા મુસાફરો એરપોર્ટના સ્‍ટાફને વાંકને લીધે રઝળી પડ્‍યા હોવાનો આક્ષેપ લગાવ્‍યા હતા. એરપોર્ટના સ્‍ટાફે વરિષ્ઠ નાગરિકોને વ્‍હીલચેર આપ્‍યા વગર તેમને એરપોર્ટની અંદર ચલાવવાની સાથે જ સામાન પણ ઉપાડવામાં આવ્‍યો હતો.

 

(3:51 pm IST)