Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

વડોદરા: ચીઝ ક્યુબ કાઢતા તેમાંથી દુર્ગંધ આવી :પાંચ જેટલા ક્યુબમાંથી ચીઝ સાથે પાવડર જેવું નિકળ્યું:યુવાનનો આક્ષેપ

માંજલપુર રોડ વિસ્તારમાં આવેલી સુપર સ્ટોર ચેઇનમાંથી જાણીતી કંપનીના ચીઝ ક્યુબના બોક્સ સહિતની આઇટમ ખરીદ્યા બાદ કડવો અનુભવ થયાનો કેતૂલ શાહનો આક્ષેપ

વડોદરાના યુવકનો કિસ્સો ચોંકાવનારો છે. વડોદરાના યુવાન કેતુલ શાહે આક્ષેપ કરતા જણાવ્યું છે કે,તેણે વાઘોડિયા રોડ પર આવેલા સુપર માર્કેટ સ્ટોરમાંથી 22 ફેબ્રુઆરીના રોજ ચીઝ ક્યુબનું બોક્સ ખરીદ્યું હતું. જેને તાજેતરમાં ઉપયોગ અર્થે ખોલતા તેમાંથી 5 જેટલા ક્યુબ દુર્ગંધ મારતી હાલતમાં મળી આવ્યા હતા. યુવકના જણાવ્યા પ્રમાણે, આ અંગે તેણે ચીઝ બનાવનાર કંપનીનો સંપર્ક કર્યો છે. ટુંક સમયમાં તેઓ મુલાકાત લેશે. 

વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા કેતુલ શાહ ભણવાની સાથે કામ કરે છે. તેમણે કરેલા આક્ષેપ અનુસાર માંજલપુર રોડ વિસ્તારમાં આવેલી સુપર સ્ટોર ચેઇનમાંથી જાણીતી કંપનીના ચીઝ ક્યુબના બોક્સ સહિતની આઇટમ તા. 22 ફેબ્રુઆરીના રોજ ખરીદી હતી. જેની ચુકવણી ડિજીટલ પેમેન્ટ મારફતે કરવામાં આવી હતી. આશરે 15 દિવસ બાદ એટલે કે, 9 માર્ચના રોજ ઉપયોગ અર્થે બોક્સમાંથી ચીઝ ક્યુબ કાઢવામાં આવ્યા હતા. દરમિયાન તેમણે આ ચીઝ ક્યુબને યોગ્ય રીતે ફ્રીઝમાં મુક્યા હોવાનું જણાવ્યું હતું. ચીઝ ક્યુબ કાઢતા તેમાંથી દુર્ગંધ આવતી હતી. અને પાંચ જેટલા ક્યુબમાંથી ચીઝની સાથે પાવડર જેવું નિકળ્યું હતું. જેથી તેઓ ચોંકી ઉઠ્યા હતા. અને આ અંગેની જાણ તેમણે કંપનીની કસ્ટમર કેરમાં કરી હતી. 

  જાણ થતા જ કસ્ટમરકેરમાંથી કેતુલ શાહનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અને તેમને ચીઝ ક્યુબ બદલી આપવાની તૈયારી બતાવવામાં આવી હતી. આ સાથે તેમણે ક્યાંથી ખરીદી કરી વગેરેની પુછપરછ પણ કરવામાં આવી હતી. જો કે, કેતુલ શાહે કસ્ટમર કેર ઓફિસરને પોતે ચીઝ ક્યુબનું પેકેટ દુર્ગંધ મારતું હોવાથી ફેંકી દીધું હોવાનું જણાવ્યું હતું.

(10:50 pm IST)