Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

તિલકવાડાના ખુશાલપુરા ગામે ધુળેટી રમતા પતિને પત્ની એ ઠપકો આપતા ઝેરી દવા ગટગટાવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ખુશાલપુરા ગામે નજીવી બાબતે એક યુવાને ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડાયો હતો

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર શૈલેષભાઇ ઇશ્વરભાઇ ભીલ (ઉ.વ.૩૪) ધંધો.ખેતી (રહે.ખુશાલપુરા તા.તિલકવાડા જી.નર્મદા )નાઓ તા.૦૮/૦૩/૨૦૨૩ ના રોજ ધુળેટીનો તહેવાર હોય જેથી ગામમા ધુળેટી મનાવવા ગયેલ અને ધુળેટી મનાવી પરત ઘરે આવેલ તે વખતે તેની પત્નીએ તેને જણાવેલ કે આખો દિવસ ધુળેટી રમતો હતો અને ખેતીનુ કામ કરતો નથી તેમ કહી ઠપકો આપતા શૈલેષને મનમા લાગી આવતા તેણે ઘરમા પડેલ કપાસમા છાટવાની દવાની બોટલમાથી થોડી દવા પી લેતા પરિવારજનો ગભરાઈ ગયા હતા ત્યારબાદ તેને સારવાર અર્થે લઈ ગયા હતા જોકે આ ઘતનમાં શૈલેષ નો આનંદ બચાવ થયો છે અને હાલ તે ભાનમા છે.

(11:35 pm IST)